એક ગોપનીય સ્વતંત્ર અહેવાલમાં જાણવા મળ્યું છે કે વોલ્સલના ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ કાઉન્સિલર મોહમ્મદ આરિફ સાથે તેમની મુસ્લિમ આસ્થા અથવા પાકિસ્તાની પૃષ્ઠભૂમિના આધારે વારંવાર ભેદભાવ કરવામાં આવ્યો હતો.
આરિફે દાવો કર્યો હતો કે તેમને 2015માં સ્થાનિક પક્ષ દ્વારા પુનઃચૂંટણી માટે ઊભા રહેવા માટે અવરોધવામાં આવ્યા હતા અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે પાર્ટી તરફથી “ખુલ્લી અને સ્પષ્ટ” માફી મળી નથી.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’ચાલી રહેલા કોર્ટ કેસને કારણે તેઓ ટિપ્પણી કરવામાં અસમર્થ છે.’’
આરિફે 2019 માં વોલ્સલ કન્ઝર્વેટિવ ફેડરેશન અને રાષ્ટ્રીય પક્ષ સામે કાનૂની કાર્યવાહી કરી હતી. જે બાબતે કન્ઝર્વેટિવ પાર્ટીએ દાવાનું સમાધાન કરી સ્વતંત્ર બેરિસ્ટર દ્વારા આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો. જ્યારે કેટલાક આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા.
અહેવાલના તારણો જણાવે છે કે પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં વોલ્સલ કન્ઝર્વેટિવ ફેડરેશન દ્વારા “સતત ભેદભાવ” નો સામનો કરવા માટે “યોગ્ય સાધનોનો અભાવ” હતો. કન્ઝર્વેટિવ હેડ ઓફિસ દ્વારા “વારંવાર દરમિયાનગીરી કરવા છતાં તેને જાળવી રાખવામાં આવી હતી.
પાર્ટીએ જણાવ્યું હતું કે તેણે ઘણી ભલામણોનો અમલ કર્યો છે, જોકે ગયા વર્ષે પ્રોફેસર સિંહ દ્વારા અપડેટ કરવામાં આવ્યું હતું કે પ્રગતિ “ધીમી” હતી. વોલ્સલમાં ફેડરેશને તપાસમાં ભાગ લેવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તે વધુ ટિપ્પણી કરી શકશે નહીં અને ભેદભાવના આરોપોને “જોરથી નકારી કાઢ્યા” છે.