ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સર સાજિદ જાવિદે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ માને છે કે યુકે વિશ્વની સૌથી સફળ બહુજાતીય લોકશાહી છે. પરંતુ તેમણે શોક વ્યક્ત કર્યો હતો કે તે પોતાની જાત સાથે સરળ નથી અને બ્રિટને વધુ સામાજિક રીતે એકીકૃત થવાની જરૂર છે.
ધ ટાઇમ્સમાં એક લેખમાં બ્રોમ્સગ્રોવ સાંસદે જણાવ્યું હતું કે ‘’સરકારની ઉગ્રવાદની નવી વ્યાખ્યાના પરિણામે ‘લાગણીઓ વધારે છે, ઉકેલો ઓછા છે’. આ મામલાના કેન્દ્રમાં સમગ્ર દેશમાં સામાજિક એકતાની માંદગી છે, અને તેને લક્ષમાં લેવાવી જ જોઈએ. આપણે કેવી રીતે મજબૂત, વધુ સંયુક્ત સમુદાયોનું નિર્માણ કરી શકીએ તે વિશે વ્યાપક વાતચીત શરૂ કરવાની આશા રાખીએ છીએ. સમગ્ર દેશમાં ઘણા બધા વિભાગો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં, સામાજિક મિશ્રણ ઓછું થાય છે, અવિશ્વાસ પ્રવર્તે છે અને ગેરસમજ સરળતાથી સર્જાય છે. વિભાજનકારી અવાજોને ખીલવા માટેની આ યોગ્ય પરિસ્થિતિઓ છે. ગયા અઠવાડિયે બ્રિટિશ સશસ્ત્ર દળોમાં સેવા આપનારા બહાદુર મુસ્લિમોની યાદમાં યુદ્ધ સ્મારક બનાવવા અંગે કેટલાક લોકો તરફથી આક્રોશ હતો. પણ બહાદુર શીખ અથવા યહૂદી સૈનિકો માટેના સ્મારકોની જાહેરાત કરવામાં આવી ત્યારે આ કોઇ વિરોધ ન હતો. ગૌરવપૂર્ણ બ્રિટિશ મુસ્લિમ તરીકે આ સાંભળીને કેટલીક પ્રતિક્રિયાઓ પીડાદાયક હતી.’’
તેમણે સિત્તેરના દાયકામાં તેમના બાળપણને યાદ કરતાં કહ્યું હતું કે ‘’ત્યારે ઉગ્રવાદ રોજિંદા જીવનનો ભાગ હતો અને હજી પણ “શેરીઓ પર દુશ્મનાવટ” છે અને એવા રાજકારણીઓ છે જે આગમાં ઘી ઉમેરી રહ્યા છે. અંગ્રેજી સારી રીતે અથવા બિલકુલ બોલી શકતા ન હોય તેવા લગભગ એક મિલિયન લોકો છે. જો આપણી પાસે વહેંચાયેલ ભાષા ન હોય તો સમુદાયો વચ્ચે સેતુ બનાવવાનું સ્પષ્ટપણે અશક્ય છે.”
બ્રિટિશ મૂલ્યો પર આધારિત વધુ સ્થિતિસ્થાપક સમુદાયો બનાવવાનું આહ્વાન કરી તેમણે એક નવું “ડિપાર્ટમેન્ટ ફોર સિટીઝનશિપ, બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશન” બનાવવા ભલામણ કરી હતી. જાવિદે શોક વ્યક્ત કર્યો હતો કે રાજકારણીઓ ઘણા લાંબા સમયથી આ મુદ્દાઓથી દૂર રહ્યા છે.