સરવર આલમ દ્વારા

વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં જોરદાર વધારો થયો, આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતી સાંસદોની સંખ્યા ઓછામાં ઓછી 75 થવાની શક્યતા છે અને દેશને ભારતીય મૂળના વડા પ્રધાન મળ્યા હોવા છતાય આજે આપણે આ દેશમાં વ્યાપેલા જાતિવાદ વિશે હજી પણ વાતો કરી રહ્યા છીએ અને રેસીઝમ સામેની લડાઈમાં હજુ સુધી આપણને સફળતા મળી નથી. તે એક નિષ્ફળતા છે અને તે ખેદજનક છે એવો મત વંશીય લઘુમતીના સાંસદો, અગ્રણીઓ અને નેતાઓએ વ્યક્ત કર્યો હતો.

કીથ વાઝ લગભગ સાઠ વર્ષ પછી પ્રથમ એશિયન સાંસદ તરીકે 1

 (Photo by Andrew Matthews – Pool/Getty Images)

987માં ચૂંટાયા હતા. તે જ વર્ષે, ડિયાન એબટ, બર્ની ગ્રાન્ટ અને પોલ બોટેંગ પ્રથમ અશ્વેત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

કીથ વાઝે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે  “હકીકત એ છે કે, અમે તે ડાયલ ખસેડ્યો ન હતો કારણ કે અમારી સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ હવે કોઈ બહાનું નથી. બધા રાજકારણીઓએ પક્ષીય રાજકારણ ભૂલીને એકસાથે કામ કરવાનું છે. મને ફક્ત સમુદાયો એક થાય તેમાં રસ છે. કમનસીબે, આવું થયું નથી, જે ખૂબ જ દુઃખદ છે. ખરેખર, જો ગેંગ ઓફ ફોર (વાઝ, એબોટ, ગ્રાન્ટ અને બોટેંગ)ની નિષ્ફળતા હોય, તો જ તે લોકો (હેસ્ટર) આ રીતે બોલી શકે છે. 2024 માં તમને ભારતીય મૂળના વડા પ્રધાન મળ્યા છે છતાં તેઓ હજી પણ જાતિવાદ વિશે વાત કરી રહ્યા છે. આ એક નિષ્ફળતા છે.”

વાઝે કહ્યું હતું કે “જ્યારે ડિયાન અને હું પ્રથમ બ્લેક અને એશિયન મૂળના લેબર પાર્ટીના સભ્યોના જૂથ બ્લેક સેક્શનમાં સામેલ થયા (1983 થી 1993) ત્યારે તેનો હેતુ નીતિ અને પ્રતિનિધિત્વનો હતો પણ અમારી પાસે કોઇ નહોતું. અમે બનાવેલી નીતિઓથી લોકો પર ઊંડી અસર પડી હતી. શાળાઓમાં હલાલ ખોરાક મળતો થયો તો લેસ્ટર, બ્રેન્ટ અને હેરોમાં અકલ્પનીય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે કે રમઝાનમાં રોશની કરાય છે. જે 36 વર્ષ પહેલા જ્યારે હું પ્રથમ વખત ચૂંટાયો ત્યારે શક્ય ન હતું. જ્યારે જાતિવાદનો સામનો કરવાની વાત આવે છે ત્યારે નીતિઓની એટલી અસર થઈ નથી અને તેથી જ (હેસ્ટર) લોકો તરફથી આ ટિપ્પણીઓ આવે છે. ડિયાન વિશે જે કહેવામાં આવ્યું તે ભયાનક હતું. તે ભૂતકાળમાં, પાયાના સ્તરના એશિયન સમુદાયના સભ્યોને પણ કહેવામાં આવ્યું છે.’’

થિંક-ટેન્ક બ્રિટિશ ફ્યુચરના સંશોધન અનુસાર, આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતી સાંસદોની સંખ્યા 65થી વધીને ઓછામાં ઓછા 75 અને 83 જેટલી થવાની છે. વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં અંદાજિત 10થી લગભગ 12 ટકાનો વધારો થશે. જે  બ્રિટિશ રાજકારણમાં વંશીય વિવિધતાના નવા ક્રોસ-પાર્ટી ધોરણને પ્રતિબિંબિત કરે છે.

સૌથી મોટા ટોરી દાતા અને સોફ્ટવેર કંપની ધ ફીનિક્સ પાર્ટનરશિપના CEO ફ્રેન્ક હેસ્ટરે તેમના સ્ટાફની ગીચ મીટીંગમાં એવું કહ્યું હોવાનો દાવો કરાય છે કે સૌથી વધુ સમય સુધી સેવા આપનાર બ્લેક સાંસદ શ્રીમતી ડિયાન એબોટે તેમને એમ કહેવડાવ્યું હતું કે “બધી બેલ્ક સ્ત્રીઓને ધિક્કારવા માંગે છે” અને તેણીને “ગોળી મારી દેવી જોઈએ”. તાજેતરના વર્ષોમાં સાંસદો જો કોક્સ અને ડેવિડ એમેસની હત્યાઓને જોતાં એબોટે  હેસ્ટરની ટિપ્પણીઓને “ભયાનક” અને “ચિંતાજનક” ગણાવી હતી.

NHS કોન્ટ્રાક્ટમાં £400 મિલીયન કમાયેલા અને ટોરીઝને £10 મિલિયનથી વધુનું દાન આપનાર હેસ્ટરે તે જ ગીચ મીટિંગમાં એમ પણ કહ્યું હતું કે “ભારતીયો માટે કોઈ જગ્યા નથી, તેઓ તો ત્યાં ટ્રેનની છત પર પણ ચઢી જાય છે.’’

ડાઉનિંગ સ્ટ્રીટે શરૂઆતમાં હેસ્ટરની ટિપ્પણીઓને “જાતિવાદી” કહેવાનો ઇનકાર કરી તેઓ “અસ્વીકાર્ય” હતા એમ કહ્યું હતું. સુનકે પાછળથી તેઓ જાતિવાદી અને ખોટા હોવાનું કહી ટિપ્પણીની નિંદા કરી હતી. પરંતુ હેસ્ટરનું દાન પરત કરવા કે વધુ £5 મિલિયનનું દાન પાઇપલાઇનમાં છે કે કેમ તેની પુષ્ટિ હજુ બાકી છે.

સુનાકે ઉમેર્યું હતું કે “બ્રિટનમાં જાતિવાદ માટે કોઈ સ્થાન નથી અને હું જે સરકારનું નેતૃત્વ કરું છું તે તેનો જીવંત પુરાવો છે”.

ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ગયા મહિને દાવો કર્યો હતો કે “ઇસ્લામીસ્ટ, ઉગ્રવાદીઓ અને વિરોધીઓ હવે ચાર્જમાં છે. તેમણે લેબર પાર્ટીને બુલીડ કરી છે, આપણી સંસ્થાઓને બુલીડ કરી છે, અને હવે તેઓએ આપણા દેશને ધમકાવે છે”.

તો રોશડેલના ભૂતપૂર્વ લેબર ઉમેદવાર, અલીએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલે ગાઝા પર આક્રમણ કરવાના બહાના તરીકે હમાસને 7 ઓક્ટોબરના હુમલા માટે મંજૂરી આપી હતી.

જો કે, ટ્રેવર ફિલિપ્સ જેવા પૂર્વ લેબર રાજકારણી, લોકોને રાજકારણીઓ અથવા રાજકીય પક્ષો સામે બ્લેન્કેટ નિવેદનો કરવાથી દૂર રહેવા વિનંતી કરે છે.

ફિલિપ્સે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “મને લાગે છે કે બ્રેવરમેનની ટિપ્પણીઓ બિલકુલ અયોગ્ય દલીલ નથી. હું તેની સાથે સહમત નથી. પરંતુ તે એક સંપૂર્ણ કાયદેસર મુદ્દો છે. કન્ઝર્વેટિવ પાર્ટી લોકોની માંગને સરળતાથી પ્રતિસાદ આપે છે તે જોતા તેને હું ઇમિગ્રન્ટ વિરોધી ઉગ્રવાદી કહીશ. તેણી જે મુદ્દો બનાવી રહી છે તે પરંપરાગત રાજકારણને વિકૃત કરે છે. મને લાગે છે કે તેના વિશે ન્યાયી કેસ બનાવવાની જરૂર છે. મને વ્યક્તિગત રૂપે સમસ્યાનું વર્ણન કરવાને બદલે તેને ઉકેલવામાં રસ છે. મારી પોતાની કંપનીમાં અમારો એક નિયમ છે કે વૈવિધ્યસભર લોકો ન હોય ત્યાં સુધી કોઈ મોટો નિર્ણય લઈ શકાતો નથી. કેમ કે વૈવિધ્યસભર રૂમ એક અલગ અને વધુ સારો નિર્ણય લે છે.’’

હવે ઇન્ડિપેન્ડન્ટ સાંસદ એબોટે એક લેખમાં કન્ઝર્વેટિવ્સ અને લેબર બંનેમાં જાતિવાદ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘સરકારની રવાંડા દેશનિકાલ યોજના દર્શાવે છે કે તેઓ આગામી ચૂંટણી નજીક આવતાં “રેસ કાર્ડ” રમવાનો ઇરાદો ધરાવે છે. એબોટે લેબરની પણ ટીકા કરી કહ્યું હતું કે “રાજકારણમાં જાતિવાદ માત્ર કોઈ એક રાજકીય પક્ષની બાબત નથી”.

હેસ્ટરની ટિપ્પણીઓ પાછળ, ટોરી સાંસદ નુસરત ગનીએ ટ્વિટ કર્યું હતું કે “રેસીઝમ પર જીરો ટોલરન્સ એ આજના રાજકારણમાં માત્ર એક સૂત્ર છે.”

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફે કન્ઝર્વેટિવ પાર્ટી પર “સંસ્થાકીય રીતે ઇસ્લામોફોબિક” હોવા બદલ પ્રહાર કર્યા હતા.

ફિલિપ્સે કહ્યું હતું કે ‘’રાજકીય પક્ષો જાતિવાદનો સામનો કરવા માટે પૂરતા પ્રયાસ કરતા નથી. મહત્વની બાબત એ નથી કે ફ્રેન્ક હેસ્ટરે શું  કહ્યું? તે તો દેશના ઉપર અને નીચે કામના સ્થળોમાં ખૂબ સામાન્ય છે. અહીં જે સૌથી ખરાબ બન્યું તે એ છે કે તે અસામાન્ય નથી. અઝહર અલી કેસને પણ આ જ લાગુ પડે છે. કોઈએ આ લોકોને કહ્યું નથી કે તેઓ ખોટા હતા. ખરી બાબત એ છે કે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે, જ્યારે આ થાય છે ત્યારે દરેક વ્યક્તિ શા માટે ચૂપ છે? કોઈ શા માટે બોલાવતું નથી? પરંતુ તેનો સામનો કરવો એટલો જ મહત્વપૂર્ણ છે, કે આપણા કામના સ્થળોમાં એક સંસ્કૃતિ હોવી જોઈએ કે કોઈ બોસને કહી શકે કે તમે ધર્માંધ છો, તમે જાતિવાદી છો.”

ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી યહૂદીઓ અને મુસ્લિમો સામે નફરતના ગુનાઓમાં વધારો થયો છે. એન્ટી સેમિટિક ઘટનાઓ રેકોર્ડ સ્તરે 147 ટકા વધી છે તો મુસ્લિમ વિરોધી નફરતના ગુનાઓમાં પણ 335 ટકાનો વધારો થયો છે.

આ મહિનાની શરૂઆતમાં, સુનકે ચેતવણી આપી હતી કે બ્રિટનની બહુ-વંશીય લોકશાહીને ઇસ્લામીસ્ટ અને ફાર રાઇટ ઉગ્રવાદીઓ દ્વારા નબળી પડાઇ રહી છે.

તો ભૂતપૂર્વ હોમ સેક્રેટરી અને ચાન્સેલર, સાજિદ જાવિદે જણાવ્યું હતું કે “ઉગ્રવાદ”ની સરકારની નવી વ્યાખ્યાને જોતાં લાગે છે કે “લાગણીઓ વધારે છે, ઉકેલો ઓછા છે. આ મામલાના કેન્દ્રમાં સમગ્ર દેશમાં સામાજિક એકતાની કમી છે, અને તેના પર ધ્યાન અપાવું જોઇએ. આપણે કેવી રીતે મજબૂત, વધુ સંયુક્ત સમુદાયોનું નિર્માણ કરી શકીએ તે વિશે વ્યાપક વાતચીત શરૂ કરવી જોઇએ. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં, સામાજિક મિશ્રણ ઓછું થાય છે, અવિશ્વાસ પ્રવર્તે છે અને ગેરસમજ સરળતાથી સર્જાય છે. વિભાજનકારી અવાજોને ખીલવા માટેની આ યોગ્ય પરિસ્થિતિઓ છે.”

ફિલિપ્સે કહ્યું હતું કે ‘’આ પેઢીએ જાતિવાદ અને સામાજિક એકતાનો સામનો કેવી રીતે કરવો તે અંગે અગાઉની પેઢીઓમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. તમે બૂમો પાડીને દુનિયાને બદલી શકતા નથી. આપણા માતા-પિતા અને દાદા-દાદીએ જે કર્યું તે તમારે કરવાનું છે, દરેકે ચોક્કસ લડાઈ લડવાની છે. દરેક સમુદાયની વ્યક્તિએ  જ્યારે પણ આવું કંઈક આવે ત્યારે દરરોજ ખૂબ જ નાની રીતોથી પ્રયાસ કરવો પડે છે અને આ રીતે પરિવર્તન આવે છે.’’

LEAVE A REPLY