FILE PHOTO: REUTERS/Stringer/File Photo

પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં ત્રણ બાળકો સહિત આઠ નાગરિકોના મોત થયાં હતાં, એમ અફઘાન તાલિબાને જણાવ્યું હતું. પાકિસ્તાની શહેરોમાં તાજેતરના આતંકવાદી હુમલાઓ માટે બે પડોશીઓ વચ્ચેના વાકયુદ્ધ વચ્ચે પાકિસ્તાને આ એરસ્ટ્રાઇક કરી હતી.

અફઘાનિસ્તાનની વચગાળાની સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે દાવો કર્યો હતો કે માર્યા ગયેલા તમામ આઠ લોકો મહિલાઓ અને બાળકો હતાં. પાકિસ્તાની વિમાનોએ પક્તિકાના બર્મલ જિલ્લાના લમન વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો, આવા કૃત્યોના ગંભીર પરિણામો આવી શકે છે જે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેશે નહીં.

ઉત્તર વઝીરિસ્તાનમાં સુરક્ષા દળોની ચોકી પર આતંકવાદી હુમલામાં બે અધિકારીઓ સહિત સાત સૈનિકોની હત્યા બાદ પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારીએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ પાકિસ્તાને આ એરસ્ટ્રાઇક કરી હતી.

બીજી તરફ પાકિસ્તાની સેનાએ સોમવારે જણાવ્યું હતું કે અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આદિવાસી જિલ્લામાં એક ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક વોન્ટેડ આતંકવાદી કમાન્ડર સહિત આઠ આતંકવાદીઓને નરકમાં મોકલ્યાં હતા. 17-18 માર્ચની રાત્રે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીના અહેવાલના આધારે ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન હાથ ધર્યું હતું.

 

LEAVE A REPLY