ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી માટે 55 લાખથી વધુ EVM મશીનનો ઉપયોગ કરાશે અને અંદાજે દોઢ કરોડ અધિકારીઓ-કર્મચારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી, ટોઇલેટ અને વ્હીલચેરની પાયાની સુવિધાઓ આપવામાં આવશે. મતદાનની ટકાવારી વધારવા માટે તમામ પ્રયાસો કરાશે. 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ઘરેથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત
વિકલાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લેવામાં આવશે. તેમના નોમિનેશન પહેલા તેનું ફોર્મ ઘરે પહોંચાડવામાં આવશે. આ વ્યવસ્થા સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરાશે.
લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે સાથે….
• ગુનાઇત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
• ચૂંટણી પ્રક્રિયામાં કાગળનો ઉપયોગ ખૂબ જ ઓછો કરાશે
• બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી
• 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ
• 82 લાખ મતદાતાઓની ઉંમર 85 વર્ષથી વધુ, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના
• આ વખતે 1.82 કરોડ મતદારો પ્રથમવાર મતદાન કરશે.
• 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે