ભારતની નિકાસ ફેબ્રુઆરીમાં 11.9 ટકા વધીને 41.4 બિલિયન ડોલરે પહોંચી હતી, જે છેલ્લાં 11 મહિનામાં તે સૌથી વધુ છે. ફેબ્રુઆરીમાં આયાત 12.16 ટકા વધીને 60.11 બિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 53.58 બિલિયન ડોલર હતી. આ સાથે ટ્રેડ ડેફિસિટ વધીને 18.7 બિલિયન ડોલર થઈ છે, જે ગત વર્ષે આ ગાળામાં 16.57 બિલિયન ડોલર હતી.
સોનાની આયાત ફેબ્રુઆરીમાં 134 ટકા ઉછળીને 6.15 બિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે આગાળામાં 2.63 બિલિયન ડોલર હતી. ચાલુ વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ગોલ્ડની આયાત 38.76 ટકા વધીને 44 બિલિયન ડોલર થઈ છે. એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસ 15.9 ટકા વધીને 9.94 બિલિયન ડોલર થઈ હતી. ઈલેક્ટ્રોનિક્સ ગુડ્ઝની નિકાસ 54.81 ટકા વધીને 3 બિલિયન ડોલર થઈ હતી. ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 33.04 ટકા વધીને 2.95 બિલિયન ડોલર થઈ હતી. દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ 22.24 ટકા વધી હતી, જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 5.08 ટકા વધીને 8.24 બિલિયન ડોલર થઈ હતી.
ફેબ્રુઆરીમાં વસ્તુઓ અને સર્વિસીઝ બન્ને મળીને કુલ નિકાસ 14.2 ટકા વધીને 73.55 બિલિયન ડોલર થઈ હોવાનો અંદાજ છે. એ જ રીતે કુલ આયાત 10.13 ટકા વધીને 75.50 અબજ બિલિયન થઈ હતી.

LEAVE A REPLY