ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 12 માર્ચે 10 નવી વંદે ભારત ટ્રેનોના લોકાર્પણ સહિત રૂ.85,000 કરોડની રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના (DFC) ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધા બાદ ગુજરાતમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. હવે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. આ ઉપરાંત અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી દોડશે.
તેમણે રેલવે વર્કશોપ, લોકો શેડ, પીટ લાઇન/કોચિંગ ડેપો, ફલટન-બારામતી નવી લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને ડેડેકેટેડ ફ્રેઇટ કોરિડોરના બે નવા સેક્શનનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસુર-ડૉ એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ), પટના-લખનૌ, ન્યુ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનૌ-દેહરાદૂન, રાંચી-વારાણસી અને ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) સહિતની 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી હતી.
તેમણે ચાર વંદે ભારત ટ્રેનના વિસ્તરણને પણ લીલી ઝંડી બતાવી હતી. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી દોડશે.
તેમણે વિવિધ રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો સમર્પિત કર્યા હતા. આ કેન્દ્રો લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઓફર કરશે. PMએ રાષ્ટ્રને 51 ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ પણ સમર્પિત કર્યા હતો.