(ANI Photo)
કાનપુરનો રહેવાસી વૈભવ ગુપ્તા ‘ઇન્ડિયન આઇડલ 14’નો વિજેતા થયો છે. હવે તેની ઇચ્છા બોલીવૂડમાં ખાસ અભિનેતાઓ માટે ગીત ગાવાની છે. તેને ઇનામમાં રૂ. 25 લાખ રોકડા અને એક બ્રેઝા કાર આપવામાં આવી છે.
આ શોની જ્યૂરીમાં વિશાલ દદલાણી, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ હતાં. વૈભવે જણાવ્યું હતું કે, ‘મારા માટે આ સપનોં કા આઇડલ છે. મને ખુશી છે કે મેં મારા માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. શ્રેયા મેડમે મને કહ્યું કે નર્વસ હોવું એ પણ પર્ફોર્મરનો એક મહત્ત્વનો પાર્ટ છે. જો નર્વસ નહીં હોય તો સારી રીતે પર્ફોર્મ નહીં કરી શકાય. થોડો ડર હોવો જરૂરી છે.
તેઓ પોતે પણ જ્યારે સ્ટેજ પર જાય છે ત્યારે થોડો ડર તેમને પણ લાગે છે. વિશાલ સરે મને હંમેશાં મ્યુઝિકમાં રહેવા કહ્યું અને કુમાર સાનુ સરે મને ક્લાસિકલ મ્યુઝિકની પ્રેક્ટિસ જાળવી રાખવાની સલાહ આપી છે. હું તેમની આ સલાહનું પાલન કરીશ. સલમાન ખાન, વિકી કૌશલ અને રણવીર સિંહ માટે અવાજ આપવો એ મારું સ્વપ્ન છે.’

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments