ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતાં અને પશ્ચિમ બંગાળના બેરહામપોરથી લોકસભાની ચૂંટણી લડશે.
મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસીએ રવિવાર, 10 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની લોકસભાની તમામ 42 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુસુફ પઠાણને બહેરામપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આ બેઠક પર યુસુફ પઠાનનો સામનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીથી થશે. અધિર રંજન ચૌધરી મમતા બેનર્જીના કટ્ટર વિરોધી ગણાય છે અને મમતા તેમને કોઇપણ ભોગે હરાવવા માગે છે. પૈસા લઇને સંસદમાં અદાણી ગ્રૂપ સામે પ્રશ્નો પૂછવાના મામલામાં ફસાયેલા વિવાદાસ્પદ ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને કૃષ્ણનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સાંસદ અને બોલિવૂડના એક્ટર શત્રુઘ્ન સિંહા આસનસોલની બેઠક પરથી ચૂંટણી લડશે. ભૂતપૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદને બર્દવાન દુર્ગાપુરની બેઠકથી ચૂંટણી લડશે. છેલ્લે લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર આહલૂવાલિયા જીત્યા હતાં.
હાલમાં પશ્ચિમ બંગાળની જે જગ્યા ખાસ ચર્ચામાં છે તે સંદેશખલીની બસીરહટની બેઠક પરથી હાજી નુરુલ ઈસ્લામ ચૂંટણી લડશે અને ટીએમસીના વર્તમાન સાંસદ નુસરત જહાંને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે.
આસામ અને પશ્ચિમ બંગાળમાં ટીએમમસી કોઈની સાથે ભાગીદારી કર્યા વગર એકલા હાથે ચૂંટણી લડશે. અગાઉ મમતા બેનર્જી કોંગ્રેસની આગેવાની હેઠળની ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયા હતા, પરંતુ પછીથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને એકલાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.