(ANI Photo)

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં બીકેટીસીના ચેરમેન અજેન્દ્ર અજયે આ જાહેરાત કરી હતી. દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હિમાલયની ગોદમાં આવેલા યાત્રાધામને શિયાળા દરમિયાન બંધ કરવામાં આવે છે. ટૂંક સમયમાં જ મંદિર સમિતિની એક ટીમ મંદિરની મુલાકાત લઈને યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે.

પૌરાણિક માન્યતા છે કે કેદારનાથમાં શિવજીએ પાંડવોને બળદના રૂપમાં દર્શન આપ્યા હતા. તેથી ત્યાં બળદરૂપી લિંગ સ્થાપિત છે. કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંનું પાંચમું અને ઉત્તરાખંડના 4 ધામોમાં ત્રીજુ છે.

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત બાબા કેદારનાથને લઈને આજે પણ એક રહસ્ય છે. કહેવાય છે કે જ્યારે કેદારનાથ ધામના કપાટ બંધ થાય છે ત્યારે એક દીવો ત્યાં પ્રગટાવવામાં આવે છે, છ મહિના મંદિર અને તેની આસપાસ કોઈ રહેતુ નથી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના સુધી દીવો પણ પ્રજ્વલિત રહે છે. કપાટ ખુલ્યા બાદ તેવુ જ દ્રશ્ય જોવા મળે છે જેવુ બંધ કરતા સમયે હોય છે.

 

LEAVE A REPLY