લંડન મેટ પોલીસના ઓર્ગેનાઈઝ્ડ વ્હીકલ ક્રાઈમ યુનિટે ચાર દિવસની તપાસ બાદ એપ્રિલ 1995માં ઇટાલીના ગેરહાર્ડ બર્જરમાંથી ચોરાયેલી £350,000ની કિંમતની ફેરારી કાર કબ્જે કરી હતી.

1995માં સાન મેરિનો ગ્રાન્ડ પ્રિકસ ઇટાલીના ઇમોલામાં યોજાઇ હતી ત્યારે બે ફોર્મ્યુલા વન ડ્રાઇવરોની ફેરારી ચોરાઇ હતી. તેમાંથી એક લાલ ફેરારી F512M હતી. 2023માં યુ.કે.ના બ્રોકર દ્વારા યુએસના ગ્રાહક દ્વારા ખરીદાયેલી કારની તપાસ કરાતા તે ચોરાયેલ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની તપાસમાં કાર ચોરી થયાના થોડા સમય બાદ જાપાન મોકલવામાં આવી હોવાનું જણાયું હતું અને 2023ના અંતમાં UK લાવવામાં આવી હતી. માત્ર ચાર દિવસમાં ફેરારીને ટ્રેક કરી કારને યુકેમાંથી બહાર મોકલી દેવાય તે પહેલા કબ્જે લેવાઇ હતી. પૂછપરછ ચાલુ છે અને કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બીજી કાર હજુ ગુમ છે.

ધ મેટના ઓર્ગેનાઈઝ્ડ વ્હીકલ ક્રાઈમ યુનિટે 2023માં £31 મિલીયનના મૂલ્યના 418 વાહનો રીકવર કર્યા હતાં. તેમાંથી £21 મિલીયનના મૂલ્યના 326 વાહનો ઓર્ગેનાઇઝ્ડ ક્રિમીનલ ગેંગ સાથે જોડાયેલા છે.

LEAVE A REPLY