લેસ્ટર અને લીડ્સમાં સફળ પ્રદર્શન આયોજન બાદ, NHSની 75મી વર્ષગાંઠના વર્ષ દરમિયાન રાષ્ટ્રીય પ્રવાસના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા સાઉથ લંડનના લુઇશામમાં આવેલા માઈગ્રેશન મ્યુઝિયમ, લુઇશામ શોપિંગ સેન્ટર (સેન્ટ્રલ સ્ક્વેર), લંડન SE13 7HBમાં 7 માર્ચ 2024થી નવા પ્રદર્શન ‘હાર્ટ ઓફ ધ નેશનઃ માઈગ્રેશન એન્ડ ધ મેકિંગ ઓફ ધ NHS’ની શરૂઆત થઇ રહી છે જે 27 જુલાઇ સુધી ચાલશે.

દાયકાઓથી ભારે દબાણોનો સામનો કરનાર NHSએ આજ કરતાં વધુ ક્યારેય આટલું દબાણ સહન કર્યું નથી. 1948માં તેની રચના થઈ તે પછી વધુ સારા સમાજ માટેના આ ભવ્ય વિઝનને વાસ્તવિક બનાવવા માટે વિશ્વભરમાંથી લોકો બ્રિટન આવ્યા છે. આજે, NHSમાં કામ કરતા 6માંથી લગભગ 1 વ્યક્તિ બ્રિટીશ રાષ્ટ્રીયતા ધરાવતી નથી. અન્ય ઘણા લોકો માઇગ્રન્ટ હેલ્થ કેર વર્કર્સના બાળકો અને પૌત્રો છે. પરંતુ તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને મોટાભાગે અવગણવામાં આવી છે.

ફોટોગ્રાફી, ફિલ્મ, નવા કમિશન્ડ આર્ટવર્ક, અનન્ય કલાકૃતિઓ અને એક વિસ્તૃત અનુભવ સાથે 1940ના દાયકાથી આજદિન સુધી NHSના તમામ સ્તરે કામ કરવા માટે વિશ્વભરમાંથી આવેલા લોકોના યોગદાનને સમાવતી ડઝનેક વ્યક્તિગત વાર્તાઓ દર્શાવતું પ્રદર્શન હાર્ટ ઓફ ધ નેશન હેલ્થકેર વર્કર્સની વાર્તાઓ અને અનુભવો પર પ્રકાશ પાડે છે, જેમણે આપણી આરોગ્ય સેવાનું નિર્માણ કર્યું છે અને તેને ટકાવી રાખી છે. મુલાકાતીઓ પણ આ વિકસતા, સહભાગી પ્રદર્શનમાં તેમની પોતાની વાર્તાઓનું યોગદાન આપી શકશે.

બુધવાર 6 માર્ચે સાંજે એક લોન્ચ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શનમાં ફાળો આપનાર અગ્રણીઓ વક્તવ્ય અને લુઇશામ અને ગ્રીનીચ NHS ટ્રસ્ટના ગાયકવૃંદના સભ્યો કાર્યક્રમ રજૂ કરશે.

જુઓ યુટ્યુબ લિંક https://youtu.be/IEOU5xJRT_w

LEAVE A REPLY