પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

20 ફેબ્રુઆરીના રોજ હીથ્રો એરપોર્ટ જવાના રસ્તે બેડફોર્ડશાયરથી પસાર થતા M1 મોટરવેની ટોડિંગ્ટન સર્વિસ  ખાતે રોકાયેલા ડર્બીના એક યુગલની કાર તોડીના કારમાં રખાયેલા દાદીમા રેશમ કૌર રાયના અસ્થિ અને અન્ય સરસામાનની કોઇકે ચોરી કરી હતી. બેડફોર્ડશાયર પોલીસે સાક્ષીઓને આગળ આવવા કહ્યું છે.

ચેલાસ્ટનના શ્રીમતી સંજીત શર્માએ કહ્યું હતું કે “અમે અસ્થિ સુરક્ષિત રીતે પરત આવે તેવી આશા સાથે રાહ જોઇ રહ્યા છે. જેથી મારા દાદીના આત્માને શાંતિ મળે. એક અદ્ભુત વ્યક્તિને ગુમાવવી મુશ્કેલ છે પરંતુ તેમને લાયક વિદાય આપવામાં સક્ષમ ન થવું, તે દુઃખને વધારે છે.”

સંજીતે જણાવ્યું હતું કે તેણીના 87 વર્ષીય દાદી લેસ્ટરમાં રુશી મીડમાં રહેતા હતા અને મૂળ ભારતના પંજાબના વતની હતાં. જેમના અસ્થિના વિસર્જન માટે મારા માતા પિતા ભારત જઇ રહ્યાં હતાં. પણ સર્વિસ ખાતે બંધ કારમાંથી બધો સામાન ચોરાઇ જતાં તેમને ઘરે પાછા ફરવું પડ્યું હતું અને તેમની ફ્લાઇટ ચૂકી ગયા હતા. તો નવી ટિકિટ અને નવી સુટકેસ ખરીદી થોડા દિવસો પછી ભારત ગયા હતા.’’

શ્રીમતી શર્માએ ઉમેર્યું હતું કે “આ બનાવ બાદ મારા માતા-પિતા આઘાતથી હચમચી ગયા હતા. મને નથી લાગતું કે જેમણે ચોરી કરી છે તેમને આ અસ્થિ મદદરૂપ થશે. જે પેકેજીંગમાં અસ્થિ-રાખ હતી તેની તસવીર શેર કરવા અમે આતુર છીએ. જેથી જો તે ફેંકી દેવામાં આવી હોય, તો કોઈ તેને શોધીને અમને કે પોલીસને સોંપી શકે છે.’’

LEAVE A REPLY