Integration of reservation system of Air India Express and AirAsia India

ભારતની અગ્રણી એરલાઇન એર ઈન્ડિયાએ તેના ક્રુ મેમ્બર સાથે ઉદ્ધત વર્તન કરવા બદલ રેલિગેર એન્ટરપ્રાઈઝના ચેરપર્સન રશ્મિ સલુજાને લંડન જતી ફ્લાઇટમાંથી નીચે ઉતારી દીધા હતાં. 5 માર્ચે દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનાને કારણે ફ્લાઇટમાં પણ એક કલાકનો વિલંબ થયો હતો, એમ ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઘટના ફ્લાઇટ AI 161માં ટેકઓફ માટે નિર્ધારિત પુશબેક પહેલા બની હતી અને ફ્લાઇટના કેપ્ટનની સૂચનાને પગલે સલુજા વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. એક નિવેદનમાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્ધારિત પુશબેક પહેલા ક્રૂના સભ્યો સાથે દલીલબાજી પછી   કેપ્ટનની સૂચનાને પગલે  બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને નીચે ઉતારવામાં આવ્યાં હતાં.

એર ઈન્ડિયાએ આ ઘટનામાં સંડોવાયેલા મુસાફરના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ જાણકાર સૂત્રે જણાવ્યું હતું કે આ મુસાફર સલુજા હતાં. બીજા એક સૂત્રે જણાવ્યું હતું કે પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. સલુજા સાથે સંકળાયેલી ઘટના પર ટિપ્પણી કરવા માટે રેલિગેર એન્ટરપ્રાઇઝિસને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો તાત્કાલિક જવાબ મળ્યો ન હતો. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે પેસેન્જરને ઉતારી દેવામાં આવ્યાં હતા તેઓ કેટલાક અનિવાર્ય કારણોસર મુસાફરી કરી રહ્યાં હતાં અને લેખિત ખાતરી બાદ તેમને બીજી ફ્લાઇટમાં લઇ જવામાં આવ્યાં હતાં. રેલિગેર એન્ટરપ્રાઇઝિસ અને ડાબર જૂથના પ્રમોટર્સ રેલિગેર એન્ટરપ્રાઇઝિસ પર અંકુશ મેળવવા માટે કોર્પોરેટ વિવાદ ચાલે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments