(Photo by STR/AFP via Getty Images)
જાણીતી ટીવી સીરિયલ ‘તેરે મેરે સપને’માં રાધાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર એકતા તિવારીએ તેના પતિ સુશાંત કંડાયાથી છૂટાછેડા લેવા અરજી કરી હતી.  તે બંને ‘ક્રાઈમ પેટ્રોલ’ ના સેટ પર મળ્યાં હતાં અને પછી તેમની વચ્ચે પ્રેમ થયો હતો. તેઓ એકતાના જન્મ દિન- 1 ઓગસ્ટ, 2017ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
એકતાએ કહ્યું હતું કે, લગ્ન પહેલા અમને એમ લાગતું હતું કે, અમે એકમેક માટે સર્જાયા છીએ. પરંતુ એક છત હેઠળ રહેવાનું શરૂ કર્યા પછી સમજાયું કે અમારા સ્વભાવ, આશા-અપેક્ષાઓ તદ્ન અલગ છે. અમારા માટે પરસ્પર અનુકૂળ બનવાનું મુશ્કેલ થવા લાગ્યું. આમ છતાં અમે લાંબા સમય સુધી  સાથે રહેવા માટેના પ્રયાસો જારી  રાખ્યા. છેવટે જ્યારે એમ લાગ્યું કે હવે અમારા માટે એક ઘરમાં રહેવું શક્ય નથી ત્યારે પરસ્પરની સમજથી છૂટા પડવાનો નિર્ણય કર્યો છે.
સુશાંતે આ વાતને પુષ્ટિ  આપતાં કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ કડવાશ નથી. પરંતુ અમે એકસાથે રહી શકીએ તેમ નથી. અમારા પરસ્પર અનુકૂળ થવાના છ વર્ષના પ્રયાસો નિષ્ફળ ગયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે બંને દિવાળીના સમયથી જુદા રહે છે અને હવે છૂટાછેડા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY