વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલોન મસ્કે તાજેતરમાં ગૂગલની મેઇલિંગ સર્વિસ જી-મેલને ટક્કર આપવા નવી મેઇલ સર્વિસ લોન્ચ કરવાની યોજના જાહેર કરી હતી. મસ્કની માલિકીની એક્સ (ટ્વીટર)ની સિક્યોરિટી એન્જિનિયરિંગ ટીમના સિનિયર સભ્ય નાથન મેકગ્રેડીએ એક્સમેઇલ સર્વિસના લોન્ચ ડેટ અંગે સવાલ કર્યો ત્યારે આ માહિતી બહાર આવી હતી. મસ્કે પ્રતિસાદ આપ્યો હતો કે આ સર્વિસ આવી રહી છે. મસ્કની આ જાહેરાતથી સમગ્ર ઈમેલ સેક્ટરમાં હલચલ મચી હતી. હાલમાં આ સેક્ટર Gmailનું પ્રભુત્વ છે.
જોકે મસ્કે નવી મેઇલ સેવા ક્યારે શરૂ કરવાની યોજના ધરાવે છે તે સ્પષ્ટ કર્યું નથી. તેમણે ફક્ત બે શબ્દો લખ્યાં હતા કે ઇટ ઇઝ કમિંગ.
મસ્કની ટિપ્પણી એવા સમયે પર આવી જ્યારે વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૂગલ પહેલી ઓગસ્ટથી Gmail ઈમેલ સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મેસેજ ઓનલાઈન સમુદાયમાં ઘણી ચકચાર મચાવી હતી. જોકે મેસેજનો જવાબ આપતા ગૂગલે જણાવ્યું હતું કે “Gmail ઇઝ હીયર ટુ સ્ટે.”