વૈશ્વિક ટેકનોલોજી કંપની- ગૂગલે ઓનલાઇન નાણા મોકલવા માટે ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપ- Gpayને અમેરિકામાં બંધ કરવાની જાહેરાત કરી છે. ગૂગલની આ પેમેન્ટ એપ અમેરિકામાં ચોથી જૂન, 2024એ બંધ થશે. કંપનીએ વર્ષ 2022માં લોન્ચ થયેલી ગૂગલ વોલેટ એપને પ્રમોટ કરવા માટે નિર્ણય કર્યો છે.
કંપનીએ તાજેતરમાં એક બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. કંપનીએ યુઝર્સને તેને બદલે ગૂગલ વોલેટ પર જવાની સલાહ આપી હતી. હવે એનું જૂનું વર્ઝન કામ નહીં કરે. એન્ડ્રોઇડ હોમસ્ક્રીન પર દેખાતી GPay એપનું જૂનું વર્ઝન છે, તે પેમેન્ટ અને ફાઇનાન્સ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ચોથી જૂન પછી આ એપ ભારત અને સિંગાપોરમાં જ કામ કરશે. અન્ય દેશોમાં Gpayની સ્ટેન્ડએલાન એપ ઉપલબ્ધ નહીં રહે.
આ સાથે ગૂગલે peer-to-peer પેમેન્ટ પણ બંધ કર્યું છે. અમેરિકામાં મોટાભાગના યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવું છે કે કંપની સમયાંતરે અપડેટ જારી કરતી રહેશે. ગૂગલ પેનો ઉપયોગ 180થી વધુ દેશોના લોકો કરી રહ્યા છે. આ પહેલાં કંપનીએ વર્ષ 2011માં ગૂગલ વોલેટ લોન્ચ કરી હતી. ત્યાર બાદ ગૂગલે એન્ડ્રોઇડ પે એપ લોન્ચ કરી હતી. હવે કંપનીએ ફરી એક વાર પોતાની બધી સર્વિસને ગૂગલ વોલેટમાં ઇન્ટિગ્રેટ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં ગૂગલ પે એપ દ્વારા UPI પેમેન્ટ કરવાનું જારી રહેશે.

LEAVE A REPLY