India to be among top three economies by 2047: Ambani
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

2023ના છેલ્લા ત્રણ મહિનામાં ભારતની જીડીપીમાં 8.4 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 8.4 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે એક વર્ષ અગાઉના આ સમયગાળા 4.3 ટકા હતી. દેશના અર્થતંત્રમાં આ વધારો મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને એનાલિસ્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓના અંદાજ કરતાં ઊંચો છે.

નરેન્દ્ર મોદીએ ‘ભારતીય અર્થતંત્રની તાકાત, સંભવિતતા’ની પ્રશંસા કરી હતી અને વિકસિત ભારતનું સર્જન કરવાના પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા આપી હતી.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ ગુરુવારે જાહેર કરેલા ડેટા મુજબ 2023-24ના નાણાકીય વર્ષ માટે વાસ્તવિક જીડીપી (2011-12ના  ભાવે) વધીને 172.90 લાખ કરોડની થઈ હતી, જે 2022-23ના નાણાકીય વર્ષ માટે રૂ.160.71 લાખ કરોડ હતું.

કેપિટલ ઇકોનોમિક્સના સહાયક ભારતીય અર્થશાસ્ત્રી થામાશી ડી સિલ્વાએ એક નોંધમાં લખ્યું હતું કે તાજેતરનો વધારો વિશ્લેષકોની અપેક્ષા કરતાં વધુ મજબૂત છે અને તેનો અર્થ એ છે કે ભારતના અર્થતંત્રે ગયું વર્ષ ધમાકેદાર અંદાજમાં પૂરું કર્યું હતું. છેલ્લા ક્વાર્ટરમાં વિશ્વના અગ્રણી અર્થતંત્રોની સરખામણીમાં આ વૃદ્ધિ વધુ તેજ છે. 2023ના સમગ્ર વર્ષમાં જીડીપીમાં 7.7% વૃદ્ધિ થઈ છે.આમ અર્થતંત્રે 2024નો મજબૂત પ્રારંભ કર્યો છે. ડેટા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રની આર્થિક સંભાવનાઓ પર આશાવાદને વધુ પ્રોત્સાહન આપશે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્કના બુધવારના એક અલગ અહેવાલ મુજબ $30 મિલિયન ડોલરથી વધુ નેટવર્થ ધરાવતા અલ્ટ્રા રિચ ઇન્ડિયનની સંખ્યામાં 2028 સુધીના પાંચ વર્ષમાં 50%નો વધારો થશે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો વધારો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 2024માં ભારતની અર્થવ્યવસ્થામાં 6.5%  વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જેની સરખામણીમાં ચીન માટેનો અંદાજ 4.6% છે.

LEAVE A REPLY