ફાઇલ ફોટો (ANI Photo)

કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારામન અને એસ જયશંકર આગામી લોકસભા ચૂંટણી લડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન જયશંકર હાલમાં અનુક્રમે કર્ણાટક અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદો છે. બંને નેતાઓ કઈ લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે તે હજુ નક્કી કરાયું નથી.

કેન્દ્રીય કોલસા અને ખાણકામ પ્રધાન પ્રહલાદ જોશીએ કર્ણાટકના હુબલીમાં જણાવ્યું હતું કે “મીડિયામાં અહેવાલ આવી રહ્યાં છે. નિર્મલા સીતારામન અને જયશંકર લોકસભાની ચૂંટણી લડશે તે વત્તા ઓછા અંશે અંતિમ છે. તેઓ ક્યાંથી લડશે તે હજુ નક્કી કરાયું નથી. તે કર્ણાટક હોય કે અન્ય રાજ્યમાં હોઇ શકે છે.” તે બેંગલુરુ બેઠક હશે કે નહીં તે અંગેના પ્રશ્નના જવાબમાં જોશીએ કહ્યું હતું કે “કંઈ નક્કી કરાયું આવ્યું નથી, ત્યારે હું કેવી રીતે જવાબ આપી શકું?”

LEAVE A REPLY