પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વ બેંકની વૈશ્વિક પર્યાવરણ સુવિધા (GEF)ના સ્વતંત્ર મૂલ્યાંકન ઓફિસમાં નવા ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા બત્રાની પસંદગી કરાઈ છે. આની સાથે તેઓ વિકાસશીલ દેશમાંથી આ પ્રતિષ્ઠિત હોદ્દો સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં છે. 57 વર્ષના બત્રા હાલમાં વિશ્વ બેંક સાથે સંલગ્ન GEFના સ્વતંત્ર મૂલ્યાંકન કાર્યાલય (IEO) ખાતે ચીફ ઇવેલ્યુએટર એન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર (ઇવેલ્યુએશન) છે.

9 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનમાં યોજાયેલી 66મી GEF કાઉન્સિલ મીટિંગમાં આ પ્રતિષ્ઠિત પદ માટે તેમના નામની સર્વસંમતિથી ભલામણ કરાઈ હતી. નવી દિલ્હીમાં જન્મેલા બત્રાએ મુંબઈ અને ચેન્નાઇમાં ફાઇનાન્સમાં MBA (ફાઇનાન્સ)નો અભ્યાસ કર્યો હતો ઓગસ્ટ 1990માં ઇકોનોમિક્સમાં PhD માટે અમેરિકા ગયા હતા. ડોક્ટરેટની પદવી પછી તેમણે અમેરિકન એક્સપ્રેસમાં સિનિયર મેનેજર (રિસ્ક) તરીકે બે વર્ષ કામ કર્યું હતું અને  1998માં વિશ્વ બેંકના ખાનગી ક્ષેત્રના વિકાસ વિભાગમાં જોડાયા હતાં. બત્રા હાલમાં તેમના પતિ પ્રકાશ અને તેમની પુત્રી રોશિની સાથે ઉત્તરી વર્જિનિયામાં રહે છે.

 

LEAVE A REPLY