વડાપ્રધાન રવિવારે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યુ હતું. રાજકોટ એઈમ્સ ઉપરાંત વડાપ્રધાને આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અન્ય ચાર નવી-નિર્મિત એઈમ્સનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટની એક સહિત પાંચ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો ₹ 6,300 કરોડનો ખર્ચે કેન્દ્ર સરકારે બનાવી છે. રાજકોટ
રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે 201 એકરમાં ફેલાયેલી રાજકોટ AIIMS 720 બેડ ધરાવતી વિશ્વ કક્ષાની હોસ્પિટલ છે, જેમાં ICU અને સુપર-સ્પેશિયાલિટી બેડ્સનો સમાવેશ થાય છે. 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન 23 ઓપરેશન થિયેટરો, 30 બેડના આયુષ બ્લોક અને IPDના 250 બેડનું ઉદ્ઘાટન કર્યું હતું. બાકીના બેડ ધીમે ધીમે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
પરા પીપળીયા ગામ પાસે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો બહારના દર્દીઓ વિભાગ પહેલેથી જ કાર્યરત છે. આ હોસ્પિટલ ₹1,195 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ અને રૂ.120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા રૂ.48000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સહિતના પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.