વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ- જેફરીઝે ભારતીય ઇક્વિટી બજારો માટે આશાવાદી દૃષ્ટિકોણનો અંદાજ મૂક્યો હતો. છેલ્લા દસ વર્ષમાં ભારતમાં મૂળભૂત માળખાકીય સુધારા થયા છે તેના અનુસંધાને આવનારા ચાર વર્ષોમાં ભારતની જીડીપી 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને $5 ટ્રિલિયનને સ્પર્શી જશે. જાપાન અને જર્મનીને પાછળ છોડીને, સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રની સ્થિતિ જાળવી રાખશે. આ સાથે જેફરીઝને અપેક્ષા છે કે 2030 સુધીમાં ભારતીય શેર બજાર 10 લાખ કરોડ ડોલરે પહોંચશે. ભારતનું બજાર મૂડીકરણ 4.3 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વમાં અમેરિકા (44.7 ટ્રિલિ. ડોલર), ચીન (9.8 ટ્રિલિ. ડોલર), જાપાન (6 ટ્રિલિ. ડોલર) અને હોંગકોંગ (4.8 ટ્રિલિ. ડોલર) પછી પાંચમા ક્રમે છે. ભારતીય ઇક્વિટી બજારો છેલ્લાં કેટલાક વર્ષના ગાળામાં ડોલરની દ્રષ્ટિએ સાતત્યપૂર્ણ 10 ટકા વાર્ષિક રીટર્ન મેળવવામાં સફળ રહ્યાં છે અને આગામી 5-7 વર્ષમાં આકર્ષક વૃદ્ધિ ચાલુ રાખશે.
ઉચ્ચ વિકાસ માટે ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારે હાથ ધરેલા સતત સુધારાઓને શ્રેય આપવામાં આવ્યો છે. “2014થી, મોદી સરકારે દેશમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વેગ આપવાના હેતુથી સફળતાપૂર્વક સુધારા પૂર્ણ કર્યા છે.

 

LEAVE A REPLY