યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે લોકોને જુગારના જોખમોથી બચાવવા માટે ઓનલાઈન સ્લોટ ગેમ્સમાં કેટલાક નિયંત્રણો લાદશે. સપ્ટેમ્બર મહિનાથી, પુખ્ત ઉંમરના લોકો માટે સ્પિન દીઠ 5 પાઉન્ડ સુધી મર્યાદિત રહેશે જ્યારે 18થી 24 વર્ષની વયના લોકો માટે 2 પાઉન્ડ સુધી મર્યાદિત રહેશે.

અત્યારે કેસિનો અને બેટિંગ શોપ્સમાં ફિઝિકલ ગેમિંગ મશીનો, હિસ્સા પર કોઈ મર્યાદા નથી. સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગે આ પગલાને ઓનલાઈન જુગારના નિયંત્રણ માટે “સીમાચિહ્નરૂપક્ષણ” હોવાનું જણાવ્યું હતું. ડીપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાયદા ઓનલાઈન સ્લોટ્સથી “નોંધપાત્ર નુકસાન અને જીવન માટે નુકસાનના વધતા જોખમનો સામનો કરશે.”

જોકે, ચેરિટી ગેમ્બલિંગ વિથ લાઇવ્સના સહ-સ્થાપક ચાર્લ્સ રિચીએ જણાવ્યું હતું કે, આ ગેમ્સ “અત્યંત વ્યસનકારક” રહેતી હોય છે. રિચીના પુત્રને આવા જુગારની લત લાગી હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે બીબીસી રેડિયોને જણાવ્યું હતું કે, “તે હાઇ-સ્પીડ પ્રોડક્ટ્સ છે, અને જ્યાં સુધી રમતની ઝડપ સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેના વ્યસની જ બની રહેશે.” સરકાર કહે છે કે, યુવાનો ખાસ તો જુગારની લતમાં ખૂબ જ સંવેદનશીલ બની જાય છે.

2019માં, સરકારે આવી બેટિંગ શોપ્સમાં ઈલેક્ટ્રોનિક ગેમિંગ મશીનો પર મહત્તમ જુગારમાં 100 પાઉન્ડથી 2 પાઉન્ડ સુધીનો કાપ મુક્યો હતો, જેને ફિક્સ્ડ-ઓડ્સ બેટિંગ ટર્મિનલ કહેવાય છે.

LEAVE A REPLY