(istockphoto)

અમેરિકા સાથે થયેલી સમજૂતીના ભાગરૂપે ભારત સરકારે બ્લૂબેરીઝ, ક્રેનબેરીઝ અને ફ્રોઝન ટર્કીની ચોક્કસ જાતો પરની આયાત જકાતમાં બુધવારે ઘટાડો કર્યો હતો.. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક કેસમાં બ્લૂબેરી પરની આયાત ડ્યૂટી ૩૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા અને અન્ય કેટલીક જાત પર ડ્યૂટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે. મંગળવારે માંસ પરની આયાત જકાત પણ ૩૦ ટકાથી ઘટાડી ૫ ટકા કરવામાં આવી છે.

નાંગિયા એન્ડરસન ઇન્ડિયાના એસોસિએટ ડિરેક્ટર (ઇનડાયરેક્ટ ટેક્સ) ખુશ્બુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભારત અને અમેરિકા વચ્ચે જી૨૦ સમિટમાં થયેલા કરારને પગલે કેન્દ્ર સરકારે વિવિધ કોમોડિટી પર કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડી છે.” ત્રિવેદીએ જણાવ્યું હતું ભારતમાં ભાગ્યે જ ઉત્પાદિત થતી આ વિશિષ્ટ વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવાથી યુએસએને ભારતીય બજારમાં પ્રવેશવામાં અને ભારતમાં આ ઉત્પાદનોની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે. આ પગલાથી WTOનો ભાગ બનતા અન્ય દેશોને પણ ફાયદો થશે.

LEAVE A REPLY