SpiceJet Delhi-Dubai flight makes emergency landing in Karachi
ફાઇલ ફોટો (ANI Photo/ ANI Pic Service)

આર્થિક સંકટ, કાનૂની કેસો અન્ય અવરોધનો સામનો કરી રહેલી ભારતની નો ફ્રિલ્સ એરલાઈન્સ સ્પાઇસજેટે આગામી દિવસોમાં ઓછામાં ઓછા 1000 કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી છે, એમ મંગળવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે ખર્ચમાં કાપ મૂકવા અને પોતાના ઓછા વિમાનોનું સંચાલન સુવ્યવસ્થિત કરવાના દિશામાં આગળ વધવા માટે આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્પાઇસ જેટ એક વર્ષમાં ખર્ચમાં રૂ.100 કરોડનો કાપ કરશે. કેટલાં કર્મચારીઓએ નોકરી ગુમાવવી પડશે તેનો નિર્ણય સપ્તાહના અંતમાં લેવાશે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની આર્થિક સંકટ, કાયદાકીય લડાઇ તથા અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, જેના કારણે વધુમાં વધુ કર્મચારીઓને નોકરી છોડવાનું કહી શકે છે, કારણ કે હાલ જેટલા વિમાનો છે, તેની સરખામણીમાં કર્મચારીઓની સંખ્યા વધુ છે. પ્રવક્તાએ કહ્યું કે, એરલાઈન્સે લાભદાયક વૃદ્ધિ હાંસલ કરવા માટે કર્મચારીઓની સંખ્યાઓને તર્કસંગત બનાવવાના કેટલાક ઉપાય શરુ કર્યા છે. સ્પાઇસ જેટમાં હાલ 9000 કર્મચારીઓ છે. આ પૈકી 10થી 15 ટકા કર્મચારીઓની સંખ્યા ઓછી કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. 15 ટકાનો કાપ એટલે ઓછામાં ઓછા 1350 કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડશે.

LEAVE A REPLY