(istockphoto)

ગુજરાતની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં 35.13 લાખ પોસપોર્ટ ઈશ્યુ કર્યાં હતા. આમાંથી 10.21 લાખ પાસપોર્ટ ગયા વર્ષે જારી કરાયા હતા. રાજયમાં 2022ની સરખામણીએ  2023માં 40 ટકા વધુ પાસપોર્ટ ઈશ્યુ થયાં હતાં. બીજી તરફ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી 22,300 લોકોએ પોતાના પાસપોર્ટ સરંડર કર્યો હતાં.

2023માં કેરળમાં સૌથી વધુ 15.47 લાખ પાસપોર્ટ ઇશ્યૂ થયા હતા. આ પછી મહારાષ્ટ્ર 15.10 લાખ સાથે બીજા, ઉત્તરપ્રદેશ 13.68 લાખ સાથે ત્રીજા, પંજાબ 11.94 લાખ સાથે ચોથા, તામિલનાડુ 11.47 લાખ સાથે પાંચમાં સ્થાને આવે છે. આ યાદીમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.

વિદેશમાં અભ્યાસ -નોકરી માટે જનારાના તેમજ વિદેશમાં ફરવા જનારાના પ્રમાણમાં પણ વધારો થયો છે. જેના કારણે પાસપોર્ટ ઈશ્યુ થવાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી 22,300 લોકોએ પાસપોર્ટ સરંડર કર્યો છે. આ પૈકીના મોટાભાગના લોકોએ ભારતનું નાગરિકત્વ જતું કરીને વિદેશમાં સ્થાયી થયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો 2021માં 217, 2022માં 241 અને 2023માં 485 લોકોએ પાસપોર્ટ સરંડર કર્યો હતો.

 

LEAVE A REPLY