(ANI Photo)

ભારતના સૌથી વેધક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ક્રિકેટની ત્રણે ફોર્મેટના રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી રેકોર્ડ કર્યો છે. હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાં ધમાકેદાર બોલિંગ કરી ટેસ્ટ બોલર્સના રેન્કિંગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

તેના આ તરખાટના પગલે રવિચન્દ્રન અશ્વિન નીચે ધકેલાયો છે અને તે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. બીજા ક્રમે સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા છે. આ અગાઉ તે ટી-20 અને વન-ડે ફોર્મેટમાં પણ પ્રથમ ક્રમે રહી ચૂક્યો છે. ત્રણે ફોર્મેટમાં બોલર્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારો તે ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બોલર બન્યો છે. હાલમાં જો કે તે ટી-20માં 89માં ક્રમે અને વન-ડેમાં છઠ્ઠા ક્રમે છે.

ટેસ્ટ રેન્કિંગ્સમાં ઓલ રાઉન્ડર્સના ટોચના પાંચ ક્રમે રહેલા ખેલાડીઓમાં ત્રણ ભારતીયો – રવિન્દ્ર જાડેજા (1), રવિચન્દ્રન અશ્વિન (2) અને અક્ષર પટેલ (3) નો સમાવેશ થાય છે. અશ્વિન અને બુમરાહ સિવાય ભારત તરફથી માત્ર રવીન્દ્ર જાડેજા અને બિશન સિંહ બેદી જ ટેસ્ટ બોલર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી શક્યા છે.

LEAVE A REPLY