અનિલ અગ્રવાલના વડપણ હેઠળની મેટલ અને માઇનિંગ ક્ષેત્રની અગ્રણી કંપની વેદાંત રિસોર્સિસે દેવા પુર્નગઠન યોજનાના ભાગરૂપે તેના બોન્ડધારકોને 779 મિલિયન ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ કર્યું હતું અને પેમેન્ટની સમગ્ર પ્રક્રિયા પૂરી કરી હતી. વેદાંતા રિસોર્સિસે તાજેતરમાં એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી.
વેદાંતે બોન્ડ્સના એક હિસ્સાને રીડિમ કરવા માટે બોન્ડધારકોને રોકડમાં 779 મિલિયન ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ કર્યું હતું અને બાકીના બોન્ડની મેચ્યોરિટીઝ લંબાવી હતી. તેને બોન્ડધારકોને 68 મિલિયન ડોલરની કન્સેન્ટ ફી પણ ચૂકવી હતી. દેવાના પુનર્ગઠન માટે આ ફી નક્કી કરાઈ હતી.
વેદાંતાએ તેના જંગી દેવાના ભારણને હળવું કરવા માટે બોન્ડની ચાર સિરીઝના રિસ્ટ્રક્ચરિંગ માટે જાન્યુઆરીમાં બોન્ડધારકો પાસેથી સંમતિ મેળવી હતી. આ બોન્ડની બે સિરીઝમાં પ્રત્યેક 1 અબજ ડોલરની હતી. તેની મેચ્યોરિટી 2024માં થવાની હતી. અન્ય 1.2 અબજ ડોલરના એક બોન્ડ સિરિઝનીની 2025માં તથા 600 મિલિયન ડોલરના એક બોન્ડ સિરિઝની મેચ્યોરિટી 2026માં થવાની છે.
વીઆરએલે 2024 અને 2025માં મેચ્યોર થતા 3.2 અબજ ડેટના રિફાઇનાન્સ/રિપેમેન્ટ માટે પ્રાઇવેટ ક્રેડિટ લેન્ડર્સ પાસેથી 1.25 અબજ ડોલરની લોન મેળવી હતી. વેદાંતા ગ્રુપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર ડિમર્જર અને રિઓર્ગેનાઇઝેશન પ્લાનની જાહેરાત કરી હતી. આ પગલાંથી વેદાંતા ગ્રુપ અગ્રણી 17 બિઝનેસિસમાં વહેંચાશે
વેદાંતા પાસે ઝિંક, સિલ્વર, લીડ, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, કોપર, નિકલ જેવી ધાતુઓ અને ખનીજો, ઓઈલ અને ગેસ, આયર્ન ઓર અને સ્ટીલ સહિતના પરંપરાગત ફેરસ વર્ટિકલ અને કોલસા તેમજ રિન્યૂએબલ એનર્જી સહિત પાવર સાથે ભારતીય અને વૈશ્વિક કંપનીઓ સાથે એસેટ્સનો અનોખો પોર્ટફોલિયો છે અને હવે સેમીકન્ડક્ટર્સ તથા ડિસ્પ્લે ગ્લાસના ઉત્પાદનમાં પ્રવેશ કરી રહી છે.