(Photo by Hugh Hastings/Getty Images)

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સામે તેમના સસરા નારાયણમૂર્તિની કંપની ઇન્ફોસિસને મદદ કરવાનો આક્ષેપ વિરોધ પક્ષે કર્યો છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર, સુનકની કન્ઝર્વટિવપાર્ટીના ટ્રેડ મિનિસ્ટર લોર્ડ જોનસન ગયા વર્ષ ભારત ગયા હતા. આ દરમિયાન તેઓ ઇન્ફોસિસ કંપનીના અધિકારીઓને પણ મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર,મીટિંગ દરમિયાન જોન્સને કહ્યું હતું – હું ઇચ્છું છું કે ઇન્ફોસિસ કંપની બ્રિટનમાં આગળ વધે. આ માટે હું જે પણ કરી શકું છું, તે ચોક્કસ કરીશ. ઇન્ફોસિસ સુનકનાં પત્ની અક્ષતાના પિતાની કંપની છે. તેના સ્થાપક ભારતીય અબજોપતિ નારાયણ મૂર્તિ છે. અક્ષતા ઇન્ફોસિસ ૦.૯૧ ટકા હિસ્સો ધરાવે છે. તેની કિંમત લગભગ ૫.૨૧ હજાર કરોડ રૂપિયા છે.

જોન્સને મીટીંગમાં આગળ કહ્યું હતું કે ઇન્ફોસિસ સાથેના સંબંધો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.જયારે પણ જરૂર પડશે, અમે મંત્રી સ્તરે કંપની સાથે વાતચીત ચાલુ રાખીશું. લોર્ડ જોન્સન અને ઇન્ફોસિસ વચ્ચેની આ બેઠક ગયા વર્ષ એપ્રિલમાં થઇ હતી. આ સમય દરમિયાન, જોન્સને એ પણ જણાવ્યું હતું કે કંપની તેના કર્મચારીઓ માટે બ્રિટિશ વિઝા કેવી રીતે મેળવી શકે છે. તેમને બ્રિટનની અર્થવ્યવસ્થા અંગે પણ આશ્વાસન અપાયું હતું.

માહિતીની સ્વતંત્રતાને ટાંકીને, ન્યુઝ એજન્સીએ બ્રિટિશ સરકાર પાસેથી આ બેઠકની વિગતો માંગી હતી. આ માહિતીના આધારે મીડિયા હાઉસે પોતાનો રીપોર્ટ રજૂ કર્યો હતો. તે જ સમયે, બ્રિટનમાં વિપક્ષી લેબરપાર્ટીએ ઇન્ફોસિસને આપવામાં આવેલી વીઆઇપી સુવિધા પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે સરકારે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા સાથે જવાબ આપવો પડશે.

ન્યુઝ એજન્સી અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઇન્ફોસિસ બ્રિટનની કંપનીઓમાં સામેલ થઇ ગઇ હતી.જેને જાહેર ક્ષેત્રના કોન્ટ્રાકટ આપવામાં આવશે. આ કોન્ટ્રાકટની કિંમત ૬.૭૦ હજાર કરોડ રૂપિયા છે. આ સિવાય અન્ય ઘણા કોન્ટ્રાકટ માટે પસંદ કરાયેલી કંપનીઓમાં ઇન્ફોસિસનું નામ પણ સામેલ છે. ઇન્ફોસિસ તેના બીજા સૌથી મોટા બજારમાં બ્રિટનમાં તેના કર્મચારીઓની સંખ્યા ૨૦ ટકા વધારીને ૬,૦૦૦ કરવાની તૈયારી કરી રહી છે. આ કંપનીના સૌથી મોટા રોકણકારોમાં બ્રિટિશ ટ્રેડ મિનિસ્ટરની કંપની લોર્ડ જોન્સનનો સમાવેશ થાય છે. ૨૦૨૨માં વડાપ્રધાન બન્યા બાદ સુનકે ફરી જોનસનને ટ્રેડમિનિસ્ટર બનાવ્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૨માં પણ અક્ષતા મૂર્તિની સંપત્તિને લઇને વિવાદ થયો હતો.

LEAVE A REPLY