લંડનમાં લિસ્ટિંગ ધરાવતી બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT)એ ભારતના કન્ઝ્યુમર ગૂડ્સ, હોટેલ્સ એન્ડ પેપર ગ્રૂપ આઇટીસી આશરે 15 બિલિયન પાઉન્ડના આશરે 29 ટકા હિસ્સામાં ઘટાડો કરવાની યોજના બનાવી છે. લકી સ્ટ્રાઈક અને ડનહિલ સિગારેટ જેવી બ્રાન્ડ ધરાવતી આ કંપનીએ વાર્ષિક 17 બિલિયન ડોલરની ખોટ નોંધાવ્યા પછી આ યોજનાની જાહેરાત કરી હતી. બીએટીમાં બાયબકની સંભાવનાને રોકાણકારોએ આવકારી હતી અને તેનાથી તેના શેરમાં ઉછાળો આવ્યો હતો.
ભારતીય કંપની આઇટીસીમાં બ્રિટિશ અમેરિકન ટોબેકો સૌથી મોટી શેરહોલ્ડર્સ છે અને 4 ટકા હિસ્સો વેચી 2.5 બિલિયન ડોલર ઊભા કરે તેવી શક્યતા છે.
BATના ચીફ એક્ઝિક્યુટિવ અને ભૂતપૂર્વ ફાઇનાન્સ ચીફ ટેડુ મારોકોએ જણાવ્યું હતું કે તે હિસ્સાનું વેચાણ શક્ય હોય તેટલી તકે કરવા માગે છે. જોકે ભારતની સેન્ટ્રલ બેન્ક પાસેથી મંજૂરીની જરૂર હોવાથી આ પ્રક્રિયા જટિલ છે અને નિશ્ચિત સમય અંગે કંઇ કહી શકાય નહીં. BAT 25 ટકાની નિયમનકારી મર્યાદાથી નીચે વેચાણ ન કરીને ITC પર વ્યૂહાત્મક નિયંત્રણનું જાળવી રાખવા માંગે છે.
ITCમાં આ હોલ્ડિંગ 1900ના દાયકાની શરૂઆતનું છે અને સમય જતાં તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 53 વર્ષીય મેરોકોએ જણાવ્યું હતું કે, “અમે અમારા કેટલાક શેરહોલ્ડિંગનું વેચાણ કરવા માટે નિયમનકારી પ્રક્રિયા પૂરી કરી રહ્યાં છીએ.
BAT તેના લીવરેજને આ વર્ષે તેની કમાણીના આશરે 2.5 ગણા સુધી ઘટાડવા માંગે છે. આ પછી વધારાની રોકડ રકમ શેરહોલ્ડર્સને પરત કરવાની ચકાસણી કરશે.
BATની હરીફ કંપની ઇમ્પેરિયલ બ્રાન્ડે નવેમ્બરમાં 1.1 બિલિયન પાઉન્ડના શેરબાયબેકની જાહેરાત કરી હતી. તેને પણ રોકાણકારોએ આવકારી હતી. અમેરિકામાં માલ્બોરા સિગારેટની માલિક એલ્ટ્રિયાએ પણ ગયા સપ્તાહે 1 બિલિયન ડોલના પ્રોગ્રામની જાહેરાત કરી હતી.
તમાકુ ઉદ્યોગ ઊંચી રોકડ કમાણી કરે છે, પરંતુ યુએસ જેવા મોટા પરિપક્વ બજારોમાં વૃદ્ધિ અટકી છે. તેનાથી કંપનીઓ ઈ-સિગારેટ અને હીટ-નોટ-બર્ન ડિવાઈસ લોન્ચ કરી રહી છે.