Ambaji Melo
(Photo by SAM PANTHAKY/AFP/GettyImages)

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠનાં દર્શનનો લાભ લઇ શકે તે માટે દર વર્ષે ફેબ્રુઆરીમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર પણ 51 શક્તિપીઠોમાંનું એક છે.

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી ધારણા છે. અહીં તમામ 51 શક્તિપીઠની ચોક્કસ સ્થાપત્ય પ્રતિકૃતિનું નિર્માણ ગોળાકાર રીતે કરવામાં આવ્યું હતું અને 2014ના વર્ષમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી.

આ મહોત્સવના ભાગરૂપે 12 ફેબ્રુઆરીએ મૂર્તિઓની પ્રક્ષાાલન વિધિ, શોભા યાત્રા, ચામર યાત્રા, શકિતયજ્ઞ, ભજન સત્સંગ, આનંદ ગરબા પાલખી પરિક્રમા યાત્રા, પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું હતું. 13 ફેબ્રુઆરીએ શકિતપીઠના મંદિર ખાતે ધજારોણસ કાર્યક્રમ, આનંદ ગરબા અખંડ ધૂન પૂર્ણાહુતિ, માતાજીની પાદુકા યાત્રાનું આયોજન થશે.

આ ઉપરાંત દરરોજ સાંજે 7 વાગ્યે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના દરેક મંદિરોમાં એક સાથે ભવ્ય મહાઆરતી, દરરોજ સાંજે નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

LEAVE A REPLY