ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત થયા હતા અને નવા 159 કેસો નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને કુલ 4,50,26,612 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેવું આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું. કેટલાક રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ છે ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ ચિંતામાં વધારો કર્યો છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. દેશમાં આ નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દીઓ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી 5,33,461 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,92,440 લોકો માત આપી ચૂક્યા છે.

LEAVE A REPLY