વારાણસીમાં જ્ઞાનવાદી મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની છૂટ આપતા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને પડકારી અરજી અંગેની સુનાવણી અલ્હાબાદ હાઇકોર્ટે 12 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખી છે. તેનાથી ભોંયરામાં 12 ફેબ્રુઆરી સુધી પૂજા થઈ શકશે. જ્ઞાનવાપી મસ્જિદ કમિટીની અપીલ પર જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને સાંભળ્યા હતાં અને આ મામલાની સુનાવણી 12 ફેબ્રુઆરી માટે રાખી છે. વારાણસી જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં મૂર્તિઓ સમક્ષ હિન્દુ પૂજારી પૂજા કરી શકે છે. આ ચુકાદાને મુસ્લિમ પક્ષે હાઇકોર્ટેમાં પડકાર્યો છે.