પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની તયારીઓ REUTERS/Akhtar Soomro

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે બલૂચિસ્તાનમાં ચૂંટણી ઉમેદવારોના કાર્યાલય નજીક થયેલા બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટોથી ચૂંટણી પહેલા સુરક્ષા અંગે સવાલો ઊભા થયા હતાં.

અહેવાલો અનુસાર પહેલો વિસ્ફોટ એક અપક્ષ ઉમેદવારના પિશિન જિલ્લા કાર્યાલયમાં થયો હતો જેમાં 12 લોકો માર્યા ગયા હતા. પ્રાંતના માહિતી પ્રધાનના જણાવ્યા અનુસાર અફઘાન સરહદ નજીકના કિલ્લા સૈફુલ્લામાં બીજો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ધાર્મિક પક્ષ જમીયત ઉલેમા ઇસ્લામ (JUI)ના કાર્યાલયની નજીક થયો હતો. આ પક્ષ અગાઉ આતંકવાદી હુમલાનું નિશાન બની ચુક્યો છે.

તાજેતરના મહિનાઓમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ અને છેલ્લી રાષ્ટ્રીય ચૂંટણીના વિજેતા ઈમરાન ખાનની જેલની વચ્ચે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઈ રહી છે.

પિશિન શહેરમાં થયેલા વિસ્ફોટોમાં 12 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતાં. પાકિસ્તાની મીડિયા અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન હતા. તે જ સમયે બીજો બ્લાસ્ટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લામાં JUI-F પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો. આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં હતા અને 10 ઘાયલ થયા હતા.

LEAVE A REPLY