કેરળની એક અદાલતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય રંજિથ શ્રીનિવાસનની હત્યા માટે દોષિત ઠરેલા પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા 15 વ્યક્તિને ફાંસીની સજા ફટકારી હતી. ગયા સપ્તાહે 15 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.
કોર્ટે તેના ચુકાદો જણાવ્યું હતું કે આઠ વ્યક્તિઓ રંજીથ શ્રીનિવાસનની હત્યામાં સીધી રીતે સંડોવાયેલા હતા. આ દોષિતોમાં નિઝામ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ ઉર્ફે સલામ પોનાદ, અબ્દુલ સલામ, સફરુદ્દીન અને મંશાદનો સમાવેશ થાય છે. અન્ય ચારને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા કારણ કે તેઓ ઘાતક શસ્ત્રોથી સજ્જ ગુનાના સ્થળે આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય શ્રીનિવાસનને ભાગી જતા અટકાવવાનો અને તેમની મદદ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણને રોકવાનો હતો. અન્ય ત્રણને હત્યાના કાવતરા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષે તમામ 15 માટે મહત્તમ સજાની માગણી કરતાં જણાવ્યું હતું કે તેમણે “તાલિબદ્ધ ખૂની ટુકડી”ની રચના કરી હતી અને શ્રીનિવાસનની તેની માતા, શિશુ અને પત્નીની સામે ક્રૂર અને શેતાની રીતે હત્યા કરી હતી. તેથી આ ગુનો રેરેસ્ટ ઓફ રેસના દાયરામાં આવે છે.
શ્રીનિવાસન ભાજપના કેરળ એકમના સભ્ય પણ હતા. તેમના પર 19 ડિસેમ્બર, 2021ના રોજ કેરળના અલપ્પુઝા જિલ્લામાં તેમના ઘરે હુમલો કરાયો હતો