@indiannavy

સોમાલિયાના દરિયામાં ચાંચિયાઓએ એક માછીમારી જહાજને હાઇજેક કરીને 19 પાકિસ્તાની ખલાસીઓને બંધક બનાવ્યાં હતા. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ આ હાઇજેક થયેલા ફિશિંગ વેસેલ્સની તાકીદે  મદદ માટે પહોંચ્યું હતું અને તમામ પાકિસ્તાનની ખલાસીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા. ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે 36 કલાકની અંદર યુદ્ધ જહાજ દ્વારા આ બીજું એન્ટી-પાયરસી ઓપરેશન હતું.

ઈરાનના ધ્વજવાળા માછીમારી જહાજ FV અલ નઈમી પર 11 સશસ્ત્ર ચાંચિયાઓ સવાર થયા હતા અને ક્રૂના 19 સભ્યો (તમામ પાકિસ્તાનીઓ)ને બંધક બનાવ્યા હતા. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માછીમારીના જહાજને અટકાવ્યું હતું અને બંધકોને મુક્ત કરવા ચાંચિયાઓને ફરજ પાડી હતી.

નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝડપી પ્રતિસાદ આપીને સુમિત્રાએ 29 જાન્યુઆરીએ FV (માછીમારીનું જહાજ) અટકાવ્યું  હતું તથા બોટની અસરકારક જમાવટ દ્વારા ક્રૂ અને જહાજને સુરક્ષિત રીતે મુક્ત કરવાની ફરજ પાડી હતી.

નૌકાદળના કર્મચારીઓ ક્રૂ સભ્યોની સુરક્ષાના તપાસ કરવા માટે જહાજમાં સવાર થયા. “આઈએનએસ સુમિત્રાએ 36 કલાકથી ઓછા સમય દરમિયાન, ઝડપી, સતત અને અવિરત પ્રયાસો દ્વારા, કોચીથી આશરે 850 નોટિકલ માઇલ પશ્ચિમમાં દક્ષિણ અરબી સમુદ્રમાં 36 ક્રૂ (17 ઈરાની અને 19 પાકિસ્તાની) સાથે બે હાઇજેક કરાયેલા ફિશિંગ વેસલ્સને બચાવી લીધા છે

LEAVE A REPLY