(ANI Photo)

મહિલા હોકીની ઓલિમ્પિક ક્લોલિફાયર્સ સ્પર્ધામાં ગયા સપ્તાહે ભારતીય ટીમ ભારતમાં જ ત્રીજા સ્થાન માટેની પ્લેઓફમાં જાપાન સામે 1-0થી પરાજય સાથે પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ શકી નહોતી. 2016 પછી પહેલીવાર ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિક્સના ક્વોલિફિકેશનમાં નિષ્ફળ રહી હતી.

સેમિફાઈનલમાં જર્મની સામે પરાજય પછી પણ ટીમ માટે તક હતી, પણ જાપાને હરાવતા ભારતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. આ અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત સેમિફાઈનલમાં પહોંચી હતી, પણ મેડલ હાંસલ કરી શકી નહોતી. જાપાન સામે આ અગાઉ ભારતીય ટીમ પાંચ મુકાબલામાં વિજયી રહી હતી, પણ આ મહત્ત્વના જંગમાં જાપાને તેને હરાવી દીધી હતી.

જો કે, 1980 પછી ભારતીય મહિલા હોકી ટીમ છેક 2016માં ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થઈ હતી, વચ્ચે આઠ વખત તે બહાર થઈ ગઈ હતી.

LEAVE A REPLY