(Photo by MOHAMMED HUWAIS/AFP via Getty Images)

લાલ સમુદ્રમાં યમનના હૂતી બળવાખોરોએ 26 જાન્યુઆરીએ બ્રિટનના ઓઇલ જહાજ માર્લિન લુઆન્ડા પર મિસાઇલ હુમલો કરતાં જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારતીય નેવીએ આ જહાજને તાત્કાલિક મદદ પહોંચાડી હતી. જહાજમાં ભારતના 22 અને બાંગ્લાદેશનો એક નાગરિક સવાર હતો. આ વેપારી જહાજે INS વિશાખાપટ્ટનમ પાસેથી મદદ માગી હતી.

ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંકટગ્રસ્ત જહાજના એસઓએસ કોલને પગલે નેવીના ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયરે તાકીદે મદદ કરી હતી. ભારતીય નૌકાદળ વેપારી જહાજોની સલામતી અને દરિયામાં જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે અડગ અને પ્રતિબદ્ધ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હૂતીના હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ)એ જણાવ્યું હતું કે આ ઘટના એડનથી 60 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં બની હતી. નેવીના યુદ્ધ જહાજો સ્થળ પર હાજર હતાં અને જહાજને મદદ કરી રહ્યા હતાં. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY