પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, ટાટા જૂથ અને ફ્રાન્સની એરબસે સાથે મળીને નાગરિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ફ્રાન્સના પ્રેસેડિન્ટ ઈમેન્યુઅલ મેક્રોનની ભારતની મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. ગુજરાતના વડોદરામાં સ્થિત પ્લાન્ટમાં એરબસ H125 હેલિકોપ્ટરનું નિર્માણ થવાની શક્યતા છે. આનું ઉત્પાદન ભારત અને કેટલાક પાડોશી દેશોને એક્સપોર્ટ કરવા માટે પણ થશે. એરબસ અને ટાટા ગ્રુપની વડોદરા ફેસિલિટીમાં 40 સી-295 ટ્રાન્સપોર્ટ પ્લેન પણ બનાવાશે.

એરબસે જારી કરેલા નિવેદનમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, ખાનગી ક્ષેત્રમાં ભારતની પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી ફેસિસિલિટી સ્થાપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ ફેસેલિટી વિશ્વના સૌથી વધુ વેચાતા એરબસ H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર અંતિમ એસેમ્બલી લાઇન હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા માટે ટાટા અને એરબસ પહેલેથી જ સહયોગ કરી રહ્યાં છે. ક્વાત્રાએ શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.

મોટાપાયે સ્વદેશી અને સ્થાનિક પાર્ટસ સાથે H125 હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ટાટા અને એરબસ વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીના કરાર થયા છે. મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે વધુ સહકારની પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતમાં ફાઇટર જેટ એન્જિનના ઉત્પાદનમાં ફ્રેન્ચ એન્જિન નિર્માતા સેફ્રાનની સહાયતાની શક્યતાની પણ ચર્ચા થઈ હતી. ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે જણાવ્યું હતું કે, “સફરાન ડિઝાઇન, ડેવલપમેન્ટ, સર્ટિફિકેશન અને પ્રોડક્શન સહિત ટેક્નોલોજીના 100% ટ્રાન્સફર કરવા તૈયાર છે.

LEAVE A REPLY