અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટેની ગતિવિધિ આગળ વધી રહી છે. પ્રેસિડેન્ટ જો બાઇડેનનો તાજેતરમાં ન્યુહેમ્પશાયરની બિનઅધિકૃત ડેમોક્રેટિક પ્રાઈમરીમાં વિજય થયો હતો, તેમનું નામ બેલેટમાં પણ ન હોવા છતા તેમની જીત થઇ હતી, જે મહત્ત્વની માનવામાં આવે છે. બાઇડેન અને ડેમોક્રેટિક પાર્ટીએ ન્યુહેમ્પશાયરમાં દેશમાં પ્રથમ પ્રાઇમરી યોજવાની પરંપરાને રદ કર્યા પછી, તેઓ આયોવા કૌકસને પગલે, સાઉથ કેરોલિનામાં ડેમોક્રેટ્સ માટે 3 ફેબ્રુઆરીના રોજ અધિકૃત રીતે પ્રથમવાર મતદાન કરશે. પરંતુ જેનું સૂત્ર “લીવ ફ્રી અથવા ડાઇ” છે તે ન્યુ હેમ્પશાયરે રાષ્ટ્રીય પક્ષના આદેશને ફગાવીને કોઈપણ રીતે મતદાન કરવાનું પસંદ કર્યું હતું. આથી અંતે કોઇપણ પ્રતિનિધિને મત આપવામાં આવશે નહીં અને ઉમેદવારીની સમગ્ર પ્રક્રિયામાં ફક્ત ઔપચારિક જ રહેશે.
આમ છતાં, અર્થહીન પરંતુ અંત સુધી શરમજનક જીતનો દાવો કરવા માટે બે સ્પર્ધકોને બિનહરીફ થતાં અટકાવવા બાઇડેનના સમર્થકોએ અંતિમ ઘડી સુધી કેમ્પેઇન કર્યું હતું. પ્રમાણમાં બે નાના નેતાઓ-ડીન ફિલિપ્સ અને મેરીઆન્ન વિલિયમસન, જેઓ બાઇડેનને નુકસાન કરી શકે તેવી કોઇ સ્થિતિમાં નથી. આધુનિક રાજકીય યુગમાં કોઈપણ પ્રાઇમરી ચેલેન્જરે ક્યારેય વર્તમાન પ્રેસિડેન્ટ પાસેથી નોમિનેશન છીનવ્યું નથી.
ન્યુ હેમ્પશાયરમાં બાઇડેનનો ઇતિહાસ રહ્યો છે. 2020માં ડેમોક્રેટિક નોમિનેશન માટેના તેમના દાવામાં તેમની અહીં ખરાબ હાર થઇ હતી, આ રાજ્યમાં વધારે શ્વેત લોકો વસે છે. તેઓ માત્ર સાઉથ કેરોલિનામાં આફ્રિકન અમેરિકન્સના મજબૂત સમર્થનની જીતી શક્યા હતા.
એકવાર ચૂંટાયા પછી, તેમણે આ આયોવાની સાથે ન્યુ હેમ્પશાયરને અસરકારક રીતે નજરઅંદાજ કર્યું હતું અને પક્ષના નેતૃત્વને સાઉથ કેરોલિનાને તે બંને કરતાં વધારે મહત્ત્વ આપવા જણાવ્યું હતું.