વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શુક્રવારે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે, 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન એકબીજા સાથે વાર્તાલાપ કરે છે.. (ANI Photo)

ભારતના પ્રજાસત્તાક દિનના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન ભારતી. વિદ્યાર્થીઓ માટે ખાસ વિઝા અને ક્લાસિસ શરૂ કરવાનું કરવાની જાહેરાત કરી હતી.

મેક્રોને જણાવ્યું કે તેઓ ભારતના 30,000 સ્ટુડન્ટને ફ્રાન્સ લાવવાનો ધ્યેય ધરાવે છે. આ ઉપરાંત ભારતીય સ્ટુડન્ટ માટે ફ્રાન્સમાં હાયર એજ્યુકેશનના બીજા માર્ગો પણ ખોલવામાં આવશે. જે ભારતીય સ્ટુડન્ટે એક વખત ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હશે તેમના માટે વિઝાની પ્રોસેસ ઘણી સરળ બની જશે. 2030 સુધીમાં ભારતના 30 હજાર સ્ટુડન્ટને ફ્રાન્સમાં આમંત્રિત કરવાનો લક્ષ્ય છે. આ બહુ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ છે. અમે આ ટાર્ગેટને હાંસલ કરવા પ્રતિબદ્ધ છીએ.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે અમે ભારતીય સ્ટુડન્ટ માટે ફ્રાન્સની પબ્લિક સ્કૂલ્સમાં ફ્રેન્ચ ભાષા શીખવા માટે પાથવે લોન્ચ કરી રહ્યા છીએ. અમે બધાને વધુ સારા ભવિષ્ય માટે ફ્રેન્ચ ભાષા શીખવવાની પહેલ શરૂ કરી છે. અમે ફ્રેન્ચ ભાષા શીખવવા માટે કેન્દ્રો પણ શરૂ કરીએ છીએ. અમે ઈન્ટરનેશનલ ક્લાસિસ શરૂ કરી રહ્યા છીએ જેમાં જે લોકોને ફ્રેન્ચ ભાષા આવડતી ન હોય તેઓ પણ અમારી યુનિવર્સિટીઓમાં જોડાઈ શકશે. આ ઉપરાંત અમે ફ્રાન્સમાં ભણી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય સ્ટુડન્ટ માટે વિઝા પ્રોસેસ શરૂ કરવાના છીએ.

ફ્રાન્સની યુનિવર્સિટીઓમાં અભ્યાસના ફાયદા સમજાવતા મેક્રોને જણાવ્યું હતું કે અમારે ત્યાં હવે 35 યુનિવર્સિટીઓ QS રેન્કિંગ ધરાવે છે અને અમારી 15 યુનિવર્સિટીઓ ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગમાં સામેલ છે. ભારત અને ફ્રાન્સ સાથે મળીને ઘણું બધું કરી શકે છે. ફ્રાન્સ દ્વારા ભારતમાં પોતાનું કેમ્પસ નેટવર્ક સુધારવામાં આવશે જ્યાં વધારાનો સ્ટાફ અને રિસોર્સ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ફ્રેન્ચ સરકાર ચૂઝ ફ્રાન્સ ટૂર 2023 પહેલ પણ શરૂ કરશે. આ પહેલ ભારતના મોટા શહેરોમાં યોજવામાં આવશે જ્યાં સ્ટુડન્ટ અને તેના વાલીઓને ફ્રાન્સમાં હાયર એજ્યુકેશનના વિકલ્પો વિશે જણાવવામાં આવશે. ફ્રાન્સ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, સોશિયલ સાયન્સ, આર્ટ, ડિઝાઈન, એન્જિનિયરિંગ માટે પ્રતિષ્ઠિત કોલેજો ધરાવે છે અને ભારતીય સ્ટુડન્ટને ત્યાં અભ્યાસ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.

 

LEAVE A REPLY