એર ઈન્ડિયાને કેટલાંક લાંબા અંતરના મહત્ત્વના માર્ગો પર સંચાલિત ફ્લાઈટ્સ પર સલામતી સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ ભારતની ઉડ્ડયન નિયમનકારે સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું. આ મામલો ભાડાપટ્ટે રાખવામાં આવેલા વિમાન સંબંધિત છે. તેમાં વિમાન ઉત્પાદક કંપનીએ નિર્ધારિત કરેલી મર્યાદાનું પાલન થયું ન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો પાયલોટે નોન-સ્ટોપ બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ચલાવવાનો ઇનકાર કરવાનો છે તે સંબંધિત છે. આ ફ્લાઇટમાં પૂરતો ઇમરજન્સી ઓક્સિજન ન હતો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે એરલાઇનના એક કર્મચારીએ સ્વૈચ્છિક રીતે નિયમોના ઉલ્લંઘન અંગે ફરિયાદ કર્યા પછી તપાસ ચાલુ કરાઈ હતી. તપાસમાં એરલાઇન દ્વારા નિયમોનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ પછી કારણ બતાવો નોટિસ અને આખરે પેનલ્ટી લાદવામાં આવી હતી. એરલાઇન દ્વારા તેની નોટિસના જવાબના આધારે DGCAએ એર ઇન્ડિયા પર ₹1.1 કરોડનો દંડ લાદ્યો હતો.
એક સપ્તાહમાં બીજી વખત એર ઈન્ડિયાને DGCAએ પેનલ્ટી ફટકારી છે. ગયા ગુરુવારે એર ઈન્ડિયાને ધુમ્મસને કારણે ફ્લાઇટમાં વિલંબ અંગેની પૂર્વતૈયારી ન હોવા બદલ ₹30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.