REUTERS/Abubaker Lubowa

યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ દેશના અર્થતંત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 1972માં સરમુખત્યાર ઈદી અમીને સામૂહિક હકાલપટ્ટી કર્યા પછી 1970ના દાયકામાં વેદનાઓ વેઠી હોવા છતાં ભારતીયોએ ફરી એકવાર દેશના અર્થતંત્રનો આધારસ્તંભ બની ગયા છે.

15 થી 20 જાન્યુઆરી દરમિયાન બિન-જોડાણવાદી ચળવળ (NAM)ની 19મી સમિટમાં મુસેવેનીએ જણાવ્યું હતું કે NAM દેશોએ પણ યુગાન્ડાની જેમ ભૂલો કરી છે. ત્યારે અમારી પાસે ઈદી અમીન નામનો એક માણસ હતો. ખૂબ જ ટૂંકા સમયમાં તેને એશિયનોને અને ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના લોકોને હાંકી કાઢ્યા હતાં. અમે સત્તામાં આવ્યા ત્યારે અમે અમારા એશિયન નાગરિકો અને બિન-નાગરિકોની મિલકતો પાછી આપી હતી.

પ્રેસિડન્ટને જણાવ્યું હતું કે 1980 અને 1990ના દાયકામાં તેઓ દેશમાં પાછા ફર્યા ત્યારથી ભારતીય ઉપખંડના એશિયનો ફરી એકવાર દેશના અર્થતંત્રનો આધારસ્તંભ બની ગયા છે. હું લોકોને પૂછતો હતો કે ભારતીયો દ્વારા કેટલી ફેક્ટરીઓ બનાવવામાં આવી છે. તેઓએ મને કહ્યું કે તેઓ પાછા આવ્યા ત્યારથી લગભગ 900 ફેક્ટરીઓ બનાવવામાં આવી છે. ભારતીય મૂળના લોકોએ ખાંડ, હોટલ અને સ્ટીલના ઉત્પાદનમાં રોકાણ કર્યું હતું.

યુગાન્ડાએ 15 થી 20 જાન્યુઆરી દરમિયાન કમ્પાલામાં બિન-જોડાણવાદી ચળવળ (NAM)ની 19મી સમિટનું આયોજન કર્યું હતું. ઇદી અમીન 1971થી 1979 સુધી યુગાન્ડાના ત્રીજા પ્રેસિડન્ટ હતાં. પ્રમુખ મુસેવેનીએ અમીન ઊભી કરેલી સમસ્યાઓને સુધારવા માટે તેમની સરકારે લીધેલા પગલાઓની માહિતી આપી હતી.

 

LEAVE A REPLY