ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન સમારંભની તસવીરો મૂકીને આ અંગેની જાહેરાત કરી હતી. સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે મલિકના લગ્નની પોસ્ટથી સરહદની બંને બાજુએ ચર્ચા જાગી હતી. શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે, જ્યારે સાના જાવેદના બીજા લગ્ન છે.
સોનિયા અને શોએબે 2010માં હૈદરાબાદમાં પરંપરાગત મુસ્લિમ વિધિમાં લગ્ન કર્યા હતા, અને બાદમાં પાકિસ્તાનના સિયાલકોટમાં વાલીમા સમારોહ યોજાયો હતો. મલિક અને મિર્ઝાને એક પુત્ર ઇઝાન પણ છે, જેનો જન્મ 2018માં થયો હતો. પુત્ર સાનિયા સાથે રહે છે.
આ તસવીરો બહાર આવ્યા પછી સાનિયા મિર્ઝાના પરિવારે ટ્વિટર પુષ્ટી કરી હતી કે સાનિયાએ ડિવોર્સ લઈ લીધા છે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલ પ્રમાણે શોએબના લગ્નેત્તર સંબંધોથી સાનિયા કંટાળી ગઈ હતી અને તેથી તેઓ અલગ થશે તે નક્કી જ હતું.
હૈદરાબાદની સાનિયા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબના લગ્ન થયા ત્યારે તે એક હાઈપ્રોફાઈલ ઘટના ગણવામાં આવી હતી, પરંતુ તેનો હવે અંત આવી ગયો છે. બંને દેશના રમતગમત પ્રેમીઓની નજર આ જોડી પર હતી. કેટલાક સમયથી બંને વચ્ચે સંબંધો કથળ્યા હતા અને હવે 41 વર્ષીય શોએબે સાના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરીને બધુ સ્પષ્ટ કરી દીધું છે.
સાનિયા મિર્ઝાના પરિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સાનિયાએ પોતાની પર્સનલ લાઈફને બહારના લોકોથી દૂર રાખી છે.
જોકે, આજે તેને જાહેરાત કરી છે કે શોએબ અને તે અલગ થઈ ગયા છે. શોએબ મલિક અને સાનિયાના લગ્ન એપ્રિલ 2010માં હૈદરાબાદ ખાતે થયા હતા. ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા હૈદરાબાદની વતની હતી જ્યારે શોએબ તે સમયે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હતો. સાનિયા મિર્ઝા 37 વર્ષની છે અને શોએબે તેને સોશિયલ મીડિયા પર અનફોલો કરી ત્યારથી જ અટકળો હતી કે તેઓ અલગ થવાના છે.