પ્રતિક તસવીર (Photo by Christopher Furlong/Getty Images)

યુકેના કેટલાક ભાગોમાં હિમવર્ષાને પગલે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને મુસાફરોને વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેમાં વધુ બરફની ચેતવણીઓ સાથે વિકેન્ડમાં સબ-ઝીરો તાપમાનની આગાહી કરાઇ છે. હવામાન પરિસ્થિતિઓને કારણે સ્કોટલેન્ડમાં 100 થી વધુ શાળાઓ અને મર્સીસાઇડમાં ડઝનેક શાળાઓ બંધ કરાઈ હતી.

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ સમગ્ર ઈંગ્લેન્ડ માટે ઠંડા હવામાનની ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે NHS હોસ્પિટલ્સમાં જતા લોકોમાં વધારો થશે અને ખાસ કરીને વૃદ્ધ અને સંવેદનશીલ લોકોને અસર થશે.

સ્કોટલેન્ડમાં સૌથી ખરાબ હવામાન જોવા મળે તેવી અપેક્ષા છે. હાઇલેન્ડ્સમાં લોચકાર્રોન પર બરફ છવાતાં ડઝનેક શાળાઓ, શેટલેન્ડની તમામ શાળાઓ, હાઇલેન્ડ્સમાં 50થી વધુ અને એબરડીનશાયરની કેટલીક શાળાઓને અસર થતાં બંધ કરવામાં આવી હતી. સોમવારે એબરડીન એરપોર્ટ પર 15 સેન્ટીમીટર બરફ દેખાયો હતો.

મંગળવારે સવારે સંખ્યાબંધ રોડ ટ્રાફિક અથડામણોને પગલે લેન્કેશાયર પોલીસે પરિસ્થિતિ વિશે ચેતવણી આપી હતી. નેશનલ રેલે ચેતવણી આપી છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન નેટવર્કમાં વિક્ષેપ આવી શકે છે. મેટ ઓફિસે જણાવ્યું છે કે આ અઠવાડિયે અત્યાર સુધીનું તાપમાન વર્ષના સમય કરતાં સામાન્ય કરતાં 5-6 ડિગ્રી જેટલું ઓછું છે. આ શિયાળામાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન ડિસેમ્બરની શરૂઆતમાં -12.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

LEAVE A REPLY