માહારાણી એલિઝાબેથના પ્રાઇવેટ સેક્રેટરી સર એડવર્ડ યંગે પોતાની વ્યક્તિગત નોંધમાં જણાવ્યું હતું કે રાણી એલિઝાબેથ “ખૂબ જ શાંતિપૂર્ણ રીતે તેમની ઊંઘમાં જ સરકી ગયા હતા. તેઓ ઉંમર લાયક હતા અને તેમને કંઈપણની જાણ ન હતી કે દુખાવો થયો ન હતો.” 2017થી રાણીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે સેવા આપનાર સર એડવર્ડ યંગની નોંધ હવે વિન્ડસર કાસલ ખાતેના રોયલ આર્કાઇવ્ઝમાં સચવાયેલી છે.
રોબર્ટ હાર્ડમેન દ્વારા મહારાજા ચાર્લ્સના નવા જીવનચરિત્ર ‘ચાર્લ્સ III: ન્યૂ કિંગ, ન્યૂ કોર્ટ‘માં પ્રથમ વખત આ બાબત પ્રકાશિત કરવામાં આવશે. તે પુસ્તક, રાણીના બપોરે 3.10 વાગ્યે થયેલા મૃત્યુ પછીની ક્ષણોને એકસાથે રજૂ કરે છે. નવી બાયોગ્રાફી કહે છે કે કિંગ ચાર્લ્સને માતા મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ માથું સાફ કરવા માટે બહાર ગયા હતા.
રાણીના મૃત્યુ પછી એક ફૂટમેન બાલમોરલ ખાતે રાણીના ડેથ બેડ પર એક તાળું મારેલું લાલ બૉક્સ લાવ્યો હતો જેમાં બે સીલબંધ પત્રો હતા, જેની સામગ્રી ગુપ્ત રહેશે. એક પત્ર શ્રી યંગ માટે અને બીજો તેમના પુત્ર ચાર્લ્સ 3 માટે હતો. રાણીએ અંતિમ આદેશ તરીકે “કલા, શિક્ષણ, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા અન્ય ક્ષેત્રોમાં અસાધારણ વિશિષ્ટતા ધરાવતા લોકો” માટે ઓર્ડર ઓફ મેરિટ માટે નિમણૂક કરવા છેલ્લો આદેશ આપ્યો હતો.
હાર્ડમેન લખે છે કે “તેમની મૃત્યુશય્યા પર પણ, તેમણે કામ કરવાનું હતું અને તેણીએ તે કર્યું હતું.”
પુસ્તકમાં જણાવાયું છે કે ચાર્લ્સ, કેમિલા, ત્યારબાદ ડચેસ ઓફ કોર્નવોલે રાણીના મૃત્યુ પહેલા રાણી સાથે ખાનગીમાં એક કલાક વિતાવ્યો હતો. રાણીની તબિયતમાં ઝડપથી ઘટાડો થતાં પ્રિન્સ ચાર્લ્સ ઝડપથી બાલમોરલ ગયા હતા અને હેલિકોપ્ટરમાં જ રાણીના મૃત્યુ પછીના દિવસો માટેની સરકારની યોજના, ઓપરેશન લંડન બ્રિજ માટેની નવીનતમ બ્રીફિંગ વાંચી હતી.
તો પ્રિન્સેસ રોયલ અને રાણીની ડ્રેસર એન્જેલા કેલી રાણીના પલંગ પાસે વિજીલમાં જોડાયા હતા તથા નજીકના ક્રેથી કર્કના રેવ કેનેથ મેકેન્ઝીએ રાણીને બાઇબલમાંથી પાર્થના વાંચી સંભળાવી હતી.
પુસ્તકમાં કહેવાયું છે કે રાણીના મૃત્યુ પછી ચાર્લ્સે નાના પુત્ર હેરીને વ્યક્તિગત રૂપે સમાચાર આપવા માટે વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હેરી પહેલેથી જ પ્લેનમાં હોવાથી તે પસાર થઈ શક્યો નહતો.