અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024એ બપોર 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત હતી. કર્મચારીઓ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર પણ તેના કર્મચારીઓ માટે ટૂંકસમયમાં રજાની જાહેરાત કરે તેવી ધારણા છે.
દેશના પાંચ રાજ્યોની સરકારે અગાઉથી જ 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી ચુકી છે. આ રાજ્યોમાં હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે. 22 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ અનુસાર, રામમંદિરના ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. તેમજ તે દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.પ્રધાનોને 22 જાન્યુઆરીએ તેમના ઘરે દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે.