મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું હતો. કુનો પાર્કમાં અત્યાર સુધીમાં 10 ચિત્તાના મોત થયા છે. લાયન પ્રોજેક્ટના એડિશનલ પ્રિન્સિપલ ચીફ અને ડાયરેક્ટરના નિવેદન અનુસાર 16 જાન્યુઆરી, 2024એ લગભગ 3:17 વાગ્યે નામીબિયાના ચિતા શૌર્યનું અવસાન થયું હતું. સવારે 11 વાગ્યાની આસપાસ ટ્રેકિંગ ટીમને શૌર્ય બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
આ પછી શૌર્યનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે શૌર્યના મોતનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે શૌર્યને 17 સપ્ટેમ્બરે 8 ચિતાઓ સાથે કુનો લાવવામાં આવ્યો હતો. આ તમામ ચિત્તાઓને 2022માં શરૂ કરવામાં આવેલા મેગા ઈન્ટ્રોડક્શન પ્રોજેક્ટ હેઠળ ભારતના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. કુનોમાં અત્યાર સુધીમાં 3 બચ્ચા સહિત 10 ચિત્તાના મોત થયા છે.