જસ્મિન્દર સિંહ

અગ્રણી બ્રિટિશ એશિયન હોટેલિયર અને ભારતીય ઉદ્યોગસાહસિક જસમિંદર સિંઘ OBE દ્વારા સ્થાપવામાં આવેલ એડવર્ડિયન હોટેલ્સ લંડન ગૃપે પોતાની 10 હોટેલ્સનું લગભગ £800 મિલિયનની કિંમતે યુએસ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ સ્ટારવુડ કેપિટલ ગ્રુપને વેચાણ કર્યુ. જેમાં સેન્ટ્રલ લંડન ખાતે આવેલી વિખ્યાત રેડિસન બ્લુ એડવર્ડિયનનો સમાવેશ થાય છે.

ગૃરે તા. 12ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂથ સંક્રમણકાળ દરમિયાન પોર્ટફોલિયોનું સંચાલન કરશે. જો કે તે ગૃપ ‘ધ લંડનર’ અને તેની બે રેડિસન કલેક્શન હોટલ, ‘ધ મે ફેર’ અને ‘ધ એડવર્ડિયન માન્ચેસ્ટર’ને જાળવી રાખશે. જે બંને પ્રીમિયમ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ રેડિસન કલેક્શનના અભિન્ન અંગ છે.

બ્લૂમબર્ગના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે આ એક્વીઝીશન માટે લગભગ £800 મિલિયન ચૂકવવામાં આવ્યા છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઇ નથી.

એડવર્ડિયન ગ્રૂપના સીઈઓ ઈન્દ્રનીલ સિંઘે જણાવ્યું હતું કે, “ધ લંડનરનું સફળ લોન્ચિંગ અને સમગ્ર પોર્ટફોલિયોમાં મજબૂત ટ્રેડિંગના સમયગાળાને પગલે, આ વેચાણ ગૃપને ફરીથી ફોકસ કરવાની અને તેના આગામી ચેપ્ટર માટે તેને સ્થાન આપવાની તક રજૂ કરે છે. અમારી ત્રણ સીમાચિહ્ન સમાન પ્રપોર્ટી – ધ લંડનર, ધ મે ફેર હોટેલ અને ધ એડવર્ડિયન માન્ચેસ્ટર – ભવિષ્ય માટે અમારા વિઝનનું સંપૂર્ણ પ્રદર્શન કરશે. અમે મહેમાનોને વિશિષ્ટ અનુભવ કરાવવા હાઇ એન્ડ, પર્પઝ બિલ્ટ અને સિટી-સેન્ટર હોટેલ્સમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
જસ્મિન્દર સિંઘ OBEએ 1977 માં તેમની હોસ્પિટાલિટી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી, એડવર્ડિયન ગ્રૂપ સક્રિયપણે તેના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોનું સંચાલન અને વિસ્તરણ કરી રહ્યું છે, જે આખરે એડવર્ડિયન હોટેલ્સ લંડન બન્યું હતું.

એડવર્ડિયન હોટેલ્સ લંડન દ્વારા ઉમેરવામાં આવેલ નવીનતમ ‘ઘ લંડનર’, લંડનના લેસ્ટર સ્ક્વેરમાં આવેલ છે અને વિશ્વની સુપર બુટિક હોટેલ તરીકે અલગ ઓળખ ધરાવે છે. 350 બેડરૂમ અને સ્યુટ, છ વિશિષ્ટ ડાઇનિંગ વેન્યુ અને બાર, ધ રેસિડેન્સ, ધ રીટ્રીટ, પ્રાઈવેટ સ્ક્રીનીંગ રૂમ, સાત ડાયનેમિક મીટિંગ સ્પેસ અને 850 જેટલા મહેમાનોને સમાવી શકાય તેવો પ્રભાવશાળી બોલરૂમ ધરાવે છે. ધ લંડનર પ્રિફર્ડ હોટેલ્સ અને રિસોર્ટ્સ પ્રતિષ્ઠિત લિજેન્ડ કલેક્શનની સભ્ય છે. ધ લંડનર હોટેલ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ માટે HSBC UK તરફથી £150 મિલિયનની ગ્રીન લોન મેળવનારી પ્રથમ હોટેલ છે.

વધુમાં, આ ગૃપ વિવિધ પ્રકારની ઉચ્ચ રેસ્ટોરન્ટ અને બાર બ્રાન્ડનું સંચાલન કરે છે, જેમાં વખાણાયેલા ‘મે ફેર કિચન’, ‘પીટર સ્ટ્રીટ કિચન’ અને ‘મે ફેર બાર’નો સમાવેશ થાય છે.

આધુનિક ટાન્ઝાનિયામાં દારે સલામમાં જન્મેલા અને 17 વર્ષની વયે 1968માં યુકે આવેલા સિંઘે ક્વોલિફાઇડ એકાઉન્ટન્ટ તરીકે શરૂઆત કરી હતી કેન્સિંગ્ટન, વેસ્ટ લંડનમાં રન-ડાઉન પ્રોપર્ટીમાં રોકાણ કરી હોટેલ પ્રોપર્ટીનો પોર્ટફોલિયો બનાવવાનું શરૂ કર્યું હતું જે સમય જતાં એડવર્ડિયન ગૃપમાં વિકસિત થયું હતું. તેઓ અભ્યાસ કરવા આવ્યા હતા અને તેમના માતા-પિતા 1973માં તેમની સાથે જોડાયા હતા. શરૂઆતમાં તેઓ નોર્થ લંડનના સ્ટેમફોર્ડ હિલમાં પોસ્ટ ઓફિસ ચલાવતા હતા. તેમને 2007 માં OBE એનાયત કરાયો હતો.

સિંઘ અને પરિવાર £1.6 બિલિયનની અંદાજિત સંપત્તિ સાથે એશિયન મીડિયા ગ્રુપ – ગરવી ગુજરાત દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ 2024માં 10મા ક્રમે હતા.

LEAVE A REPLY