આ મહિને કમ્પાલામાં 19મી બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સંપર્ક જૂથની સમિટ પહેલા ભારતે યુગાન્ડાને 10 એક્ઝિક્યુટિવ બસો, પાંચ એમ્બ્યુલન્સ, 10 ટ્રેક્ટર અને 2,664 ધ્વજ અને ધ્વજ સ્થંભ ભેટમાં આપ્યા છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં યુગાન્ડા ખાતેના ભારતના હાઈ કમિશનરે જણાવ્યું હતું કે “ભારત સરકાર વતી 10 એક્ઝિક્યુટિવ બસો, 5 એમ્બ્યુલન્સ, 10 ટ્રેક્ટર અને 2664 ધ્વજ/ધ્વજ સ્થંભો ભેટમાં આપ્યા હતાં તથા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુગાન્ડાના વિદેશી બાબતોના પ્રધાન જનરલ જેજેઓડોંગોને આપેલા વચનનું પાલન કર્યું છે.
યુગાન્ડાને 2022 અને 2025 માટે આફ્રિકા વતી બિન-જોડાણવાદી ચળવળની અધ્યક્ષતા માટે સમર્થન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા વર્ષે એપ્રિલમાં યુગાન્ડાની મુલાકાત લીધી હતી તથા વેપાર અને રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, સંરક્ષણ, આરોગ્ય, ડિજિટલ અને કૃષિ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચાવિચારણા કરી હતી. બિન-જોડાણવાદી ચળવળની રચના 1961માં કરવામાં આવી હતી.